Western Times News

Gujarati News

પ્રસિદ્ધ આર્ટિસ્ટ રામ ઇન્દ્રનીલે આત્મહત્યા કરી લેતા ચકચાર

ઇન્દ્રનીલે સુસાઇડ નોટમાં કોઈને પણ આ માટે જવાબદાર ઠેરવ્યા નથી, પોલીસે નજીકના લોકોની પૂછપરછ કરી

મુંબઈ, ખૂબ જ પ્રસિદ્ધ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર રામ ઇન્દ્રનીલ કામતનું નિધન થયું છે. તેઓ ૪૧ વર્ષના હતા. મુંબઈના માટુંગા સ્થિત તેમના ઘરમાં બાથટબમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અમે મૃતદેહનો કબજો લીધો હતો. રિપોર્ટ્‌સ પ્રમાણે રામ છેલ્લા દિવસોથી તણાવમાં હતા અને લોકડાઉનને પગલે તેમની હાલત વધારે ખરાબ થવા લાગી હતી. પોલીસને તેમના ઘરેથી એક સુસાઇડ નોટ મળી છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રામ ઇન્દ્રનીલ કામતે સુસાઇટ નોટમાં કોઈને પણ આ માટે જવાબદાર નથી ઠેરવ્યા. પોલીસ હવે રામના પરિવારના લોકો અને નજીકના લોકોની પૂછપરછ કરી રહી છે. રામ પોતાની માતા સાથે રહેતા હતા.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી epaper pdf ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

રામના નિધનથી તેમના પરિવારના લોકો ભાંગી પડ્યાં છે. રામ વ્યવસાયે આર્ટિસ્ટ હોવાની સાથે સાથે ફોટોગ્રાફી પણ કરતા હતા. તેઓ માઇથોલોજિસ્ટ હતા. તેઓ પોતાને મહાલક્ષ્મીના સૌથી સારા સંતાન કહેતા હતા. તેમનું ગ્લાસવર્ક પેઇન્ટિંગ મુંબઈના આર્ટ સક્રિટમાં ખૂબ જ પ્રસિદ્ધ હતું. કોરોના કાળમાં અનેક જાણીતી હસ્તીઓએ આપઘાત જેવું આત્યંતિક પગલું ભરી લીધું છે. તાજેતરમાં ટીવી એક્ટર શમીર શર્માએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સમીર શર્માએ ‘યે રિશ્તે હૈ પ્યાર કે’, ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી‘, ‘કહાની ઘર ઘર કી‘, જેવી ધારાવાહીકમાં કામ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.