Western Times News

Gujarati News

એનઆરએસની મેરિટથી જ સરકારી નોકરી મળશે: શિવરાજ

ભોપાલ, મધ્યપ્રદેશના યુવાઓને સરકારી નોકરી આપવાના નિર્ણય બાદ શિવરાજ સિંહ ચૌહાણે નેતૃત્વવાળી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજય કેન્દ્ર સરકારની જેમ એક દેશ એક પરીક્ષાના પદલાનો લાભ લેશે.મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે કેન્દ્રની નેશનલ રિક્રુટમેંટ એજન્સી(એનઆરએ)થી પસંદગી થનારા રાજયોના યુવાનોને કોઇ બીજી પ્રવેશ પરીક્ષા આપવી પડશે નહીં.  એનઆરએની પરીક્ષાના આંકોના આધાર પર બનનાર મેરિટ યાદીથી રાજયના યુવાનોને નોકરી મળી જશે ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશ એનઆરએથી દાખલ કરવાનો નિર્ણય લેવનાર પહેલુ રાજય છે. રાજય સરકારના આ નિર્ણયથી પ્રોફેશનલ એગ્ઝામિનેશન બોર્ડનું કામ અડધાથી ઓછું રહી જશે.

શિવરાજ ચૌહાણે ટ્‌વીટ કરી કહ્યું કે આપણા યુવા પુત્રી પુત્રના કલ્યાણ માટે અમે એક વધુ અનોખો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે પ્રદેશની સરકારી નોકરીઓ માટે યુવાનોને અલગથી કોઇ પરીક્ષા આપવાની જરૂર નથી એનઆરએ દ્વારા આયોજિત પરીક્ષામાં પ્રાપ્ત અંકોના આધાર પર જ તેમને પ્રદેશની શાસકીય નોકરીઓ મળશે. તેમણે લખ્યું કે મધ્યપ્રદેશની સરકારી નોકરીઓમાં ફકત પ્રદેશના યુવાનો હક હશે આ અમે પહેલા જ નક્કી કરી દીધુ છે હવે તમારે વારંવાર પરીક્ષાઓના કારણે થનાર ખોટો ખર્ચ અને અવરજવરથી મુકત મળી જશે મારા બાળકો તમારૂ જીવન આનંદાયી અને સારૂ બને તેવી મારી પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે એનઆરએ દ્વારા આયોજિત પરીક્ષાઓમાં પ્રાપ્ત અંકોના આધાર પર જ નોકરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેનાર મધ્ય પ્રદેશ પ્રથમ રાજય છે તેનાથી યુવાનોનું જીવન સહજ સુગમ બનશે દેશના બીજા રાજય પણ મધ્યપ્રદેશની આ પહેલને અપનાવી પોતાના પ્રદેશના પુત્ર પુત્રીઓને મોટી રાહત આપી શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.