Western Times News

Gujarati News

સોનૂ સૂદની મદદથી ૫૮ પ્રવાસી મજૂરોને નોકરી મળી

મુંબઈ: બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ જે કહે છે, તે કરે છે. સોનૂ સૂદે જ્યારે જ્યારે વાયદો કર્યો છે તેને પૂર્ણ કર્યો છે. તેમનાં નેક કામો અવિરત ચાલૂ છે. તેનાં ૪૭માં જન્મ દિવસ પણ તેણે પ્રવાસી મજૂરો માટે નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેણે એટલે એક એપ પણ લોન્ચ કરી છે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

આ નેક ચળવળની અસર જોવા મળી રહી છે આ એપ દ્વારા ૫૮ પ્રવાસી મજૂરોને જોબ મળી ગઇ છે. જેની માહિતી ખૂદ સોનૂ સૂદે તેનાં ટિ્‌વટર પેજ પર આપી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ સોનૂ સૂદ સતત લોકોની મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. સોનૂ સૂદે આજે એક ટિ્‌વટ કરી હતી જેમાં ૫૮ પ્રવાસીઓને તેમની નવી નોકરી પર તેને વધામણી આપી હતી.

તેણે પ્રવાસી રોજગારની એક ટિ્‌વટને રીટિ્‌વટ કરી હતી અને લખ્યું હતું કે, ‘ખુબ મહેનતથી દિલ લગાવીને કામ કરજો મારા ભાઇઓ પ્રવાસી રોજગારની આ ટિ્‌વટમાં કેટલીક તસવીરોની સાથે જણાવવામાં આવ્યું છે કે, પ્રવાસી રોજગારનાં માધ્યમથી ૫૮ પ્રવાસીઓને હિમાચલ પ્રદેશમાં ઇલેક્ટ્રીશિયનની નોકરી મળી છે. સોનૂ સૂદની આ મુહિમનું કારણ કોરોના સંકટ કાળમાં ઘરે બેઠેલાં લાખો-કરોડો પ્રવાસી મજૂરોને તેમની ક્ષમતા અનુસાર રોજગાર આપવાનું છે,

અને એક નવી પહેલ કરવાનું છે, આ એપનો હેતૂ નોકરી આપનારા અને મેળવનારાને સરળતા રહે તેનો છે. હાલમાં જ પહેલી વખત સોનૂ સૂદે જણાવ્યું હતું કે, દરરોજ તેની પાસે મદદ માટે કેટલાં મેસેજ આવે છે. તેને આંકડો શેર કરતાં લખ્યુ હતું કે, ૧૧૩૭ ઇ મેઇલ, ૧૯૦૦૦ ફેસબૂક મેસેજ, ૪૮૧૨ ઇન્સ્ટાગ્રામ મેસેજ અને ૬૭૪૧ ટિ્‌વટર મેસેજ. આજે માંગેલી હેલ્પ મેસેજ છે. હું આપ તમામ સુધી પહોંચી શકુ તે શક્ય નથી. પણ પ્રયાસો ચાલુ છે. જો કોઇ રહી જાય તો માફ કરશો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.