Western Times News

Gujarati News

સલમાનની એક એપિસોડની ફી ૧૦.૨૫ કરોડ રૂપિયા છે

મુંબઈ: બિગ બૉસ ૧૩ની જબરદસ્ત સફળતાએ ફેન્સ અને મેકર્સ બંનેની આશાઓ વધારી દીધી છે. હવે આ શોની આગામી સિઝન બિગ બૉસ ૧૪ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. શો વિશે ખાસ્સા સમયથી ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. આ શોના કન્ટેસ્ટન્ટ્‌સની સાથે-સાથે જે વ્યક્તિ સૌથી વધુ ચર્ચામાં છે તે છે શોનો હોસ્ટ સલમાન ખાન. હવે શો માટે સલમાનની ફી અંગે એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, સલમાન ખાન આ વખતે શોને હોસ્ટ કરવા માટે ૨૫૦ કરોડ રૂપિયા લઈ રહ્યો છે.

સાંભળીને કદાચ નવાઈ લાગશે પણ બોલિવૂડ હંગામાએ દાવો કર્યો છે કે, નાના પડદાના હાઈએસ્ટ પેઈડ એક્ટરને ‘બિગ બોસ ૧૪’ માટે ૨૫૦ કરોડ રૂપિયાની જંગી રકમ મળી રહી છે. ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં આજ સુધી કોઈપણ કલાકારને આટલી ફી ક્યારેય ઑફર કરાઈ નથી. સલમાનને આ શો માટે જે રકમ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે સાચો હોય તો તે ટીવી ઈતિહાસનો સૌથી મોંઘો હોસ્ટ બની જશે. વેબસાઈટને આ જાણકારી એક સૂત્રના હવાલેથી મળી છે. શોનું શૂટિંગ સલમાન વીકમાં એકવાર કરશે,

જેમાં બે એપિસોડ્‌સ શૂટ થશે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સલમાનની એક એપિસોડના શૂટિંગની ફી આશરે ૧૦.૨૫ કરોડ રૂપિયા હશે. શોના પ્રોમોઝ આવી ગયા છે. આ વખતે શોની થીમ અગાઉ કરતા ખાસ્સી અલગ દેખાઈ રહી છે. આમાં સલમાન ક્યારેક ખેતી કરતો અને ક્યારેક પોતું મારતો દેખાઈ રહ્યો છે. તાજેતરમાં જ આ શોથી જોડાયેલો એક રિપોર્ટ ચર્ચામાં રહ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ જેનિફર વિંગેટે સલમાન ખાનના હોસ્ટવાળા આ શોની ઑફર ઠુકરાવી દીધી. જેનિફરને આ શો માટે ભારે-ભરખમ ફી ઑફર કરવામાં આવી હતી. રિપોર્ટ્‌સ જણાવે છે કે, તેને ૩ કરોડ રૂપિયાની ફી ઑફર કરવામાં આવી હતી. જોકે, જેનિફરે શા માટે આ શોની ઑફર નકારી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.