Western Times News

Gujarati News

નર્મદા નદીમાં ઘોડાપૂર આવતા 30 ગામો અસરગ્રસ્ત થતા ૪૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર

નર્મદા નદીમાં પૂરની સ્થિતિને પગલે ભરૂચના ફૂરજા વિસ્તારમાં હોડીઓ ફરી : ભરૂચ,અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકા માંથી લોકોનું સ્થળાંતર.

NDRFની ૨ ટીમ હાલ કાર્યરત : અધિકારીઓ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નર્મદા ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ છોડાતા ભરૂચ નજીકના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી ઉપર વહી રહી છે અને હાલ નર્મદા નદીની સપાટી ૩૩ ફૂટને પાર કરી ગાઈ છે.જેને પગલે નર્મદા કાંઠે આવેલા ભરૂચ શહેર અને ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ શહેરના ફૂરજા ચાર રસ્તા,દાંડિયા બજાર અને ધોળીકુઈ સહિતના નિચાણવાળા વિસ્તારમાં નર્મદા નદીના પાણી ઘૂસી જતા રસ્તાઓ પર હોડીઓ ફરવા લાગી છે.

જેને પગલે ભરૂચવાસીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભરૂચ જીલ્લા કલેક્ટર ડો.એમ.ડી.મોડિયાએ જણાવ્યું હતું કે ભરૂચ,અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકા માંથી અત્યાર સુધીમાં ૪૫૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.30 ગામો પૂર થી અસરગ્રસ્ત થયા છે જેથી NDRFની ૨ ટીમ હાલ કાર્યરત છે અને અધિકારીઓ સતત સ્થિતિ પર મોનિટરિંગ કરી રહ્યા છે.નર્મદા નદીની જળસપાટી વધવાની સંભાવના હોવાથી લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.તો અસરગ્રસ્તો માટે સુવિધા,જમવા અને મેડિકલની સુવિધા ઉભી કરવામાં આવી છે.તો બીજી તરફ ખેતીની નુકશાનીનો પણ સર્વે કરવામાં આવશે.

નર્મદા નદીના પાણી દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે.જેથી વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસતા હવે લોકોની મુશીબતમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા નદી કિનારે આવેલા વડોદરાના ૧૨,ભરૂચના ૨૧ અને નર્મદા જીલ્લાના ૧૯ મળી કુલ ૫૨ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં ભરૂચ,અંકલેશ્વર અને ઝઘડિયા તાલુકાના ૩૦ ગામોના ૪૯૭૭ લોકોને સ્થળાંતરિત કરાયા છે.નર્મદા નદીનું જળસ્તરમાં વધારો થવાની તંત્ર સર્તક થયું છે.

ભાડભૂત ગામેથી સરફુદ્દીન તરફ આવતા બોટ બંધ થઈ જતા ૫ લોકો નર્મદા નદીનાના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હતા.તેઓને NDRFની ટીમ સાથે રેસ્ક્યૂ કરીને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.