Western Times News

Gujarati News

સહયોગ ચોકડી પર માહી પાન પાર્લર દુકાનમાંથી ૨૨ બોટલ દારૂ LCBએ ઝડપ્યો 

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગાંધીના ગુજરાતમાં દૂધ કરતા દારૂ વધુ વેચાતો હોવાની બૂમો અનેકવાર ઉઠી છે અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત એસપી સંજય ખરાતના આગમન પછી બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે કેટલાક બુટલેગરો સ્થાનિક પોલીસ સાથે ભાઈબંધી બાંધી દારૂનો વેપલો કરી રહ્યા છે મોડાસા શહેરમાં દેશી-વિદેશી દારૂની ખુલ્લેઆમ હાટડીઓ ધમધમી રહી હોવાની સાથે વિદેશી દારૂની હોમડિલેવરી કરવાનું રેકેટ કેટલાક નામચીન બુટલેગરો વર્ષોથી ચલાવી રહ્યા છે

મોડાસા શહેરમાં વિદેશી દારૂ,ગાંજો અને ચરસનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે વ્યસનના ખપ્પરમાં અનેક યુવાનો બરબાદીની ગર્તામાં ધકેલાઈ ગયા છે ત્યારે મોડાસા સહયોગ ચોકડી નજીક મેહુલ જયસ્વાલ નામનો બુટલેગર પોલીસતંત્ર અને કેટલાક રાજકીય પદાધિકારીઓના છૂપા આશીર્વાદથી પાન પાર્લરની આડમાં છેલ્લા કેટલાક મહીનાથી વિદેશી દારૂનો વેપલો ખુલ્લેઆમ ચલાવી રહ્યો હતો આ અંગેની બાતમી અરવલ્લી એલસીબી પોલીસને મળતા રેડ કરી પાનપાર્લર માંથી ૨૨ વિદેશી દારૂની બોટલ સાથે બુટલેગરને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા શહેરની સહયોગ બાયપાસ ચોકડી નજીક કોલવડાનો મેહૂલ નરેન્દ્રકુમાર જયસ્વાલએ માહી પાનપાર્લરની દુકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતા દારૂના રસિયાઓની લાઈન લાગતી હતી બુટલેગર દારૂની ખપતને પહોંચી વળવા પાન પાર્લર અને પાર્લર બહાર ઉભી રહેતી બે કારમાં પણ વિદેશી દારૂ ભરી રાખતો હોવાની ચર્ચા વચ્ચે જીલ્લા એલસીબી પીઆઈ આર.કે.પરમાર અને તેમની ટીમે રવિવારે પાન પાર્લર પર ત્રાટકી દુકાનમાં સંતાડી રાખેલી વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે બુટલેગર મેહુલ જયસ્વાલને દબોચી લીધો હતો પાન પાર્લરમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૨ કીં.રૂ.૨૦૦૦૦/- , મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ.રૂ.૩૩૩૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં ધમધમતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી ટાઉન પોલીસનું નાક કાપ્યું હતું

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.