Western Times News

Gujarati News

ડ્રગ્સ વગર એક્ટર્સ એક્ટિંગ નથી કરતાં : ફિલ્મ ટેકનીશિયન

Files Photo

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત સ્યુસાઇડ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ દરેક એન્ગલ બારીકાઇથી તપાસી રહી છે. કેસની મુખ્ય આરોપી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ ચેટ સામે આવી ગઇ છે. આ બાદ કેસની તપાસમાં એનસીબી પણ શામેલ થઈ ગઇ છે. ડ્રગ્સ એન્ગલ આવ્યાં બાદ એનસીબીએએ ૨૬ ઓગસ્ટનાં રિયા ચક્રવર્તી અને અન્ય વિરુદ્ધ નવાં કેસ દાખલ કર્યા છે. રિયાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘સુશાંત ડ્રગ્સ લેતો હતો, બોલિવૂડ અને ડ્રગ્સ કનેક્શન અંગે એક ફિલ્મ ટેક્નીશિયન સાથે વાત કરી હતી. ટેક્નીશિયને જે દાવો છે

તે જાણીને સૌ કોઇ ચોકી જશે. તેણે દાવો કર્યો છે કે, આર્ટિસ્ટ ડ્રગ્સ વગર એક્ટિંગ કરી જ શકતા નથી. ટેક્નિશિયન કહે છે કે, ‘બોલિવૂડમાં ડ્રગ્સ ખુબજ સામાન્ય વાત છે. નાના આર્ટિસ્ટ હોય કે મોટા કલાકાર હોય સૌ કોઇ તેનાં આદી છે. મોટા કલાકાર વેનિટી વેનમાં અને પાર્ટીઓમાં ડ્રગ્સ લે છે. મને આ ઇન્ડસ્ટ્રીમાં આશરે ૧૫ વર્ષ થઇ ગયા છે. મે જોયું છે કે નાનો સ્ટાર હોય કે મોટો જ્યાં સુધી ડ્રગ્સ નથી લેતા તેમની અંદરની એક્ટિંગ બહાર નીકળતી નથી.

ઘણાં નોર્મલ એક્ટર એવાં હોય છે જે ડ્રગ્સ લીધા વગર એક્ટિંગ કરતાં હશે, પણ આટલાં વર્ષોમાં મે જોયુ છે કે જ્યાં સુધી તેઓ નશો ન લે ત્યાં સુધી તેમની રિયલ એક્ટિંગ બહાર આવતી નથી. ડ્‌ર્ગસ લીધા વગર એક્ટિંગ કરવી ન કરવા બરાબર છે. ટેક્નિશિયને જણાવ્યું કે, મોટા કલાકારનું ડ્રગ્સ અલગ પ્રકારનું હોય છે અને નોર્મલ આર્ટિસ્ટનું અલગ પ્રકારનું. જે નાના સ્ટાર્સ છે તેઓ ગાંજો અને ચરસ લે છે. નશા વગર અહીં કઇ નથી થતું.

હું એટલું જાણું છું કે, સારા સારા આર્ટિસ્ટોને મે આજ સુધી જોયા છે તેઓ ડ્રગ્સનાં નશા વગર એક્ટિંગ કરી જ નથી શકતાં. જુના એક્ટર જેવી એક્ટિંગ કરતા હતાં આજનાં એક્ટર્સ એવી એક્ટિંગ નશા વગર કરી જ શકતા નથી.

આજકાલ ૧૮-૨૦ કલાક સુધી શૂટિંગ કરવાનું હોય છે અને આટલાં પ્રોજેક્ટ્‌સ પર કામ કરતાં કલાકાર થાકી જાય છે તેથી તેઓ ડ્રગ્સ લે છે. ડ્રગ્સ દેશમાં પ્રતિબંધિત છે. અને મળવું મુશ્કેલ છે. પણ સત્ય તો એ છે કે, તે બોલિવૂડમાં ઘણું જ સહેલાઇથી મળી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.