Western Times News

Gujarati News

ઓપ્પોએ નવો સ્ટાર્ટફોન ઓપ્પો એ-૯ને લોન્ચ કર્યો

એ-૯ સાથે એક મોટો અને સારો અનુભવ ઓપ્પો ઓફર કરે છે
ન્યુ દિલ્લી,  ભારતમાં પોતાના ઉત્પાદન પોર્ટફોલિયોને આગળ વધારતા જાણીતી ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ ઓપ્પોએ પોતાનો ન્યૂ સ્ટાર્ટફોન ઓપ્પો અ-૯ને લોન્ચ કરવાની ઘોષણા કરી. રુ.૧૫,૪૯૦ની કિંમત પર ઓપ્પો એ-૯ ગ્રાહકોની શૈલીને વધારવા માટે રોમાંચક સુવિઓ પ્રદાન કરે છે. ઓપ્પો એ-૯ પ્રથમ સ્માર્ટફોન છે, જે ઓપ્પોની નવી ડિઝાઇન એફ-૧૧ અને રેનો શ્રેણીમાંથી વારસામાં મળ્યો છે. આ એક ૪૦૨૦Mhz બેટરીની ક્ષમતા ઘરાવે છે. સ્માર્ટફોનના ગ્રાહકોને સરળ અનુભવ પ્રદાન કરવા માટે ૪જીબી રેમ અને ૧૨૮ રોમ,  ગોરિલ્લા ગ્લાસ-૫ અને કલરઓએસ-૬.૦ની સુવિધા આપે છે.

આ લોન્ચના અવસર પર ઓપ્પો ઇÂન્ડયાના સીઇઓ, ચાર્લ્સ વોંગે જણાવ્યું હતું કે, ઓપ્પો હંમેશા ઇનોવેશનમાં ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને નવી ટેકનોલોજીનો વિકાસ કરે છે. એક બ્રાન્ડ તરીકે ઓપ્પો ટેકનોલોજીને ખુબ મહત્વ આપે છે. પરંતુ અમે સમજીએ છીએ કે ભારતીય ગ્રાહકો માટે પ્રાઇઝ એક મોટો વિચાર છે. જેના કારણે જ ઓપ્પો એ-૯ સાથે અમારો લક્ષ્યાંક ગ્રાહકોને ઓછી કિંમતે સારા ફિચર્સ પ્રદાન કરવાનો છે. ઓપ્પો એ-૯ અમારી એ ક્ષેણીમાં છે, જે સ્પર્ધાત્મક ભાવ પોઇન્ટ પર સારી ટેકનોલોજી સાથે સ્માર્ટફોન ગ્રાહકો સાથે પહોંચાડવાના અમારા પ્રયાસો દર્શાવે છે. અમને આશા છે કે આ પ્રાઇસ સેંગમેન્ટમાં ઓપ્પો એ-૯ લોન્ચિંગ સાથે તેના વિકાસની ઝડપ ચાલું રાખશે.

એક મોટો અને સ્માર્ટ અનુભવ ઃ
ઓપ્પો એ-૯ ૪જીબી રેમ અને ૧૨૮ જીબી રોમ સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે, જે મીડિયા ટેક હેલિઓ પી૭૦ સાથે જાડાયેલું છે. આ ફક્ત એપ્લિકેશન સ્ટાર્ટ-અપની સારી ગતિ સુનિશ્વિત કરવાની સાથે ઘણા ફિચર્સને મૂળરુપથી ચલાવવામાં સક્ષમ પણ બનાવે છે. આ સુવિધાઓની સાથે આ ડિવાઇસ એન્ડ્રોઇડ પી અને કલરઓએસ-૬નું સમર્થન કરે છે, જે લેગ ફ્રી અનુભવ પ્રદાન કરે છે. હાઇપર બૂસ્ટ ફીચરની સાથે સક્ષમ ડિવાઇસ જે સમગ્ર સ્માર્ટફોનના અનુભવને પણ સુનિશ્વિત કરે છે.

હાઇપર-બૂસ્ટ ઓપ્પો એ-૯ જેવા ફિચર્સથી લેસ લેગિંગના પડકારનો સામનો કરે છે, આ સિવાય મનપસંદ ગેમ જેમ કે પબજી માટે સારી ગેમિંગ ડિવાઇસ પણ બનાવે છે. આ સાથે ઓપ્પો એ-૯ નેવિગેશન જેસ્ચર, સ્માર્ટ આસિસ્ટન્ટ અને ડિઝાઇન જેવા સ્માર્ટ ફિચર્સને પણ સપોર્ટ કરે છે. સાઇકલિંગ મોડ, નેવિગેશન જેસ્ટર ગ્રાહકોને સ્પ્લિટ સ્ક્રીન મોડમાં ડિવાઇસનો ઉપયોગ કરતા એક સરળ અનુભવ પ્રદાન કરે છે.

સ્માર્ટ આસિસ્ટન્ટ ગ્રાહકોને હોમ સ્ક્રીન પર કાર્ડના રુપમાં સૌથી મહત્વપૂર્ણ જાણકારી પ્રોવાઇડ કરે છે. આ ઉપરાંત વિવિધ અપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા વગર ગ્રાહકો આને કોઇપણ સમયે જાઇ શકે છે સાથે તેનો ઉપયોગ પણ કરી શકે છે. ડિવાઇસ દ્વારા સમર્થિત સાઇક્લિંગ મોડ સક્રિય થવા પર કોલ અને મેસેજ પોતાની રીતે જ મ્યૂટ કરે છે જે રાઇડર્સની સુરક્ષાને સુનિશ્વિત કરે છે.

એક મોટા અનુભવ માટે એક મોટી સ્ક્રીન અને બેટરી
ડિવાઇસને સુપર ફુલ સ્ક્રીન આપવાની સાથે સ્ક્રીન રેશિયો ૯૦.૭૦ છે. જેનાથી તમે તસવીર, વીડિયો જાઇ રહ્યા હોવ અથવા રમી રહ્યા હોય, આ અવિશ્વસનીય રુપથી વ્યાપક દૃશ્યનો અનુભવ પ્રદાન કરે છે.  ડિવાઇસની બેટરી કેટલી ચાલશે તે સુનિશ્વિત કરે છે, જેથી ગ્રાહકોને લાંબા સમય સુધી જાવાનો અથવા રમવાનો અનુભવ મળે. એક ટકાઉ સ્ક્રીનની વિશેષતાની વાત કરીએ તો ઓપ્પો એ-૯માં કો‹નગ ગોરિલ્લા ગ્લાસ-૫ છે.

અલ્ટ્રા નાઇટ મોડ ૨.૦ની સાથે આકર્ષક તસવીરોને પણ ક્લિક કરો-
ઓપ્પો એ-૯ બે અલગ-અલગ કેમેરા મોડની સાથે આવે છે. પ્રથમ અલ્ટ્રા નાઇટ મોડ છે જે ઓછા પ્રકાશમાં તસવીરોને Âક્લક કરવામાં મદદ કરે છે. આ મોડમાં અવાજ ઘટાડવા અને ત્વચા રંગ નિયંત્રણ મોડ્યુલ સાથે ડિવાઇસ આકર્ષક તસવીરોને Âક્લક કરવા માટે ઉપયોગ કરનાર ગ્રાહકોને ઓવર-એક્સપોઝરથી બચાવે છે. જ્યારે અન્ય ડેઝલ કલર મોડ ફોટાના દૃશ્યોને ઓળખે છે અને એઆઇ ટેકનોલોજીની મદદથી રિયલ ડિટેલ્સ, બ્રાઇટનેસ અને કલરને પુનઃસ્થાપિત કરે છે.

ગ્રાહકોને સવારે ઉગતા સૂર્ય અને સાંજે સૂર્યાસ્ત સમયે ઓછા પ્રકાશનમાં તસવીરો લેવી હોય તો ઓપ્પો એ -૯ સૌથી સારી તસવીરો આપે છે. આ સ્માર્ટફોનમાં ૧૬ એમપી + ૨ એમપીનો રિયર ડુઅલ કેમેરા સેટઅપ અને ૧૬ એમપીનો પર્ફેક્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફ્રન્ટ કેમેરો એ ટેકનોલોજીથી લેસ છે જે ૧૩૦થી વધુ ફોર હેડ પોઇન્ટસ અને ફેસ સ્લિમિંગ ફિચરને ઓળખી શકે છે. આ સાથે ડિવાઇસ ગ્રાહકોનું બ્યુટિફિકેશન મોડને પણ સાચવી શકે છે અને બીજી વખત જ્યારે ગ્રાહક દ્વારા એક સેલ્ફી ક્લિક કરવા પર એ આપમેળે ફરી ચાલુ થઇ જશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.