Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ભાદરવી પૂનમ શુષ્ક વાતાવરણમાં સંપન્ન

ભાદરવી પૂનમે અંબિકા મંદિરે વર્ષોથી ભરાતો મેળો પ્રથમવાર શુષ્ક વાતાવરણમાં સંપન્ન થયો. બોલ મારી અંબે જય જય અંબેના ગગનભેદી નારાઓ વરચે લાખો માઇભક્તો ભારતભરના ખૂણેખૂણેથી ખેડબ્રહ્મા તથા અંબાજી મા અંબાના દર્શન કરવા આવતા હતા. હજારો કિલોમીટરની પદયાત્રા કરીને, સાયકલ સવારી કરી, બાઈકો તથા ફોરવીલ દ્વારા સરકારી બસો માં મુસાફરી કરી મા અંબાના દર્શન કરવા આવતા હતા.

કેટલાય લોકો અવનવા રંગબેરંગી માતાજીના રથ બનાવી ભજન કિર્તન કરતા નાચતા કૂદતા ખેડ્બ્રમ્હા આવી મા અંબાને ધજા ચડાવી મા અંબાના દર્શન કરી ધન્ય બનતા હતા.. ખેડબ્રહ્મા મંદિર ના ચોકમાં પ્રસાદની ચા-નાસ્તાની રમકડાની તથા ઘરવખરીની અનેક દુકાનો લાગતી જેમાંથી લોકો ખરીદી કરી લઇ જતા અને લોકોને પણ આજીવિકા મળી રહેતી હતી.

આ મેળામાટે અંબિકા મંદિરના ટ્રસ્ટીઓ તથા સ્ટાફ એકાદ મહિનાથી તૈયારીઓ આરંભી દેતા ત્યારે
આ વર્ષે વૈષ્વિક મહામારી કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે સરકારી ગાઈડલાઈન્સ મુજબ  મંદિરો પણ બંધ કરાયા હતા અનલોક સમય મંદિરો ખુલ્યા બાદ પ્રથમ ભાદરવી પૂનમે મંદિર માં તથા આસપાસ માં સીમિત સંખ્યામાં માઇ ભકતો આવી મા અંબાના દર્શન કરી જતા રહેતા હતા. મંદિરમાં તમામ લોકોને સીમિત સંખ્યામાં કતારબદ્ધ હાથ સેનેટાઈજ કરી થર્મલ ચેકિંગ કરી માતાજીના દર્શન કરાવાતા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.