Western Times News

Gujarati News

સારા અલી ખાન બ્લૂ લિપસ્ટિકમાં મિત્ર સાથે બિચ પર ફરતી દેખાઈ

મુંબઈ: સારા અલી ખાન હાલમાં ગોવામાં વેકેશન મનાવીને પરત આવી ગઇ છે. પણ તેને શેર કરેલી તસવીરો ચર્ચામાં છે. કારણ કે આ તસવીરોમાં તે બ્લૂ કલરની લિપસ્ટિકમાં નજર આવે છે સાથે જ તેણે તેનાં મિત્ર સાથેની તસવીર શેર કરી છે. સારાએ શેર કરેલી આ તસવીરનાં કેપ્શનમાં તેણે લખ્યું છે કે, બ્લૂ તરફ વાપસી. સોશિયલ મીડિયામાં આ તસવીર ભારે વાયરલ થઇ રહી છે.

તસવીરમાં તે બીચ પર લહેરોની વચ્ચે પોઝ આપતી નજર આવી હતી. જેમાં તેનો લૂક આકર્ષક હતો. તેણે વ્હાઇટ પ્રિન્ટેડ ટીશર્ટ અને ડેનિમ શોર્ટ્‌સ પહેર્યા હતાં. સારા અલી ખાન એક તસવીરમાં તેનાં મિત્ર સાથે પોઝ આપ્યો હતો જે પણ ભારે ચર્ચામાં રહ્યો છે. સારાની આ તસવીર પર લોકો ઐશ્વર્યાનો કાન્સ લૂક યાદ કરી રહ્યાં છે જ્યાં ઐશ્વર્યા પર્પલ કલરની લિપસ્ટિક લગાવીને પહોંચી હતી.

પહેલી વખત નથી કે સારાની સ્ટાઇલ અને લૂક ચર્ચામાં હોય આ પહેલાં જ્યારે તેણે બિકીની પહેરી હતી ત્યારે પણ તેનો લૂક ચર્ચામાં રહ્યો હતો. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. તેની તસવીરો અને વીડિયોને કારણે તે ચર્ચામાં રહેતી જ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.