Western Times News

Gujarati News

કંગનાને Y Level સિક્યુરીટી આપવામાં આવી: સુત્ર

સંજય રાઉતે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી. ત્યારબાદ વિવાદ એવા વકર્યો કે કેન્દ્રને પણ આ મામલે દખલ કરવું પડ્યુ છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ MHA દ્વારા કંગના રનૌતને વાય લેવલ સિક્યુરીટી પૂરી પાડવામાં આવશે.

શિવસેનાના નેતા સંજય રાઉતે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે ભાષાની મર્યાદા ઓળંગતા બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતને હરામખોર છોકરી ગણાવી હતી. જે બાદ કંગનાએ મુંબઈની સરખામણી પાકિસ્તાન સાથે કરી હતી. ત્યારબાદ હવે બંને વચ્ચે શાબ્દિક જંગ વધુ ઉગ્ર બની ગઈ હોય તેમ જણાઈ રહ્યું છે. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કંગના રનૌત મહારાષ્ટ્રની માફી માંગશે તો હું તે અંગે (માંફી માંગવા) વિચાર કરીશ.

MHA કંગનાની સુરક્ષા માટે 11 સીઆરપીએફ કમાન્ડો આપ્યા છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યુ હતું કે તે હિમાચલની પુત્રી છે અને ધમકીના આધારે પણ આપણી સરકાર તેમને સુરક્ષા પૂરી પાડશે “.

એસપીજી કેટેગરી  (SPG Catagory) એ એક એવી સુરક્ષા છે જે ફક્ત ભારતના વડા પ્રધાનને (Prime Minister of India) પ્રદાન કરવામાં આવે છે.
ઝેડ + કેટેગરી એ 10+ એનએસજી કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 55 કર્મચારીઓનો સમાવેશ થાય છે.
ઝેડ કેટેગરી એ 22 કર્મચારીઓની સુરક્ષા વિગતો છે, જેમાં 4 અથવા 5 એનએસજી કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
વાય કેટેગરી એ 1 કે 2 કમાન્ડો અને પોલીસ કર્મચારીઓ સહિત 11 જવાનોનો સમાવેશ થાય છે.
એક્સ કેટેગરી એ 2 જવાનોની સુરક્ષા વિગત છે, જેમાં કમાન્ડો નહીં પરંતુ માત્ર સશસ્ત્ર પોલીસ કર્મચારીઓ છે.

એસપીજી (વિશેષ સુરક્ષા જૂથ), એનએસજી (રાષ્ટ્રીય સુરક્ષા રક્ષકો), આઇટીબીપી (ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) અને સીઆરપીએફ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) સીઆઈએસએફ (સેન્ટ્રલ ઓદ્યોગિક સુરક્ષા દળ) એ વીવીઆઈપીને સલામતી પૂરી પાડવા માટે જવાબદાર એજન્સીઓ છે. રાજકારણીઓ, ઉચ્ચ પ્રોફાઇલ હસ્તીઓ અને રમતવીરો. વી.આઈ.પી. અને વીવીઆઈપી, ખાસ કરીને ઝેડ + કેટેગરીમાંના લોકોની સુરક્ષા માટે એનએસજીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. [4] ઘણા એનએસજી કર્મચારીઓને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) માં પદ આપવામાં આવે છે જે વડા પ્રધાનની સુરક્ષા કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.