Western Times News

Gujarati News

પબજી મોબાઈલ ગેમ પ્રતિબંધ બાદ પણ ચાલુ

નવી દિલ્હી: તારીખ ૨ સપ્ટેમ્બરના દિવસે ભારત સરકાર તરફથી પબજી સહિત કુલ ૧૧૮ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી છે. પરંતુ, જે લોકોના સ્માર્ટફોન્સમાં પબજી મોબાઈલ અગાઉથી જ ઈન્સ્ટોલ છે તેમાં હજુ પણ પ્લેયર આ ગેમ રમી શકે છે. ભારતના ઘણાં પ્લેયર્સ હજુ પણ આ ગેમ રમી રહ્યા છે કે જેમણે પ્રતિબંધ પહેલા આ ગેમ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરી હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ભારતીય ગેમર્સ હજુ પણ પોપ્યુલર બેટલ રોયલ ગેમને પોતાના ફોનમાં રમી શકે છે. પણ, આ થોડા સમય સુધી જ ચાલશે કે જ્યાં સુધી ગેમ ડેવલપર્સ તરફથી ઈન્ડિયન ગેમ સર્વરને શટ-ડાઉન કરવામાં આવે નહીં. એકવખત ગેમને બ્લોક કર્યા પછી પ્લેયર્સ નવી મેચ શરૂ કરી નહીં શકે. આ સર્વર ક્યારે શટ-ડાઉન કરવામાં આવશે, તે સંબંધિત કોઈ ટાઈમલાઈન જાણવા મળી નથી. આ ગેમને ડેવલપ કરનાર કંપનીનું કહેવું છે કે આ બધું ઠીક થાય તે માટે તેઓ સરકારની સાથે વાતચીત કરી રહ્યા છે.

ઘણાં ગેમર્સ પબજી મોબાઈલ જેવી બીજી ગેમ્સ જેવી કે કોલ ઓફ ડ્યુટી મોબાઈલ અને ફ્રી ફાયર પર શિફ્ટ થઈ રહ્યા છે. જ્યારે કેટલાંક લોકો હજુ પણ પબજી મોબાઈલ રમવા માગે છે. પ્રતિબંધ બાદ આ ગેમ ખૂબ બદલાઈ ગઈ છે અને પ્લેયર્સ સરળતાથી જીતતા તેઓને ‘ચિકન ડિનર’ મળી રહ્યું છે. ગેમમાં ઘણાં બોટ પ્લેયર્સ મળી રહ્યા છે કે જેનાથી જીતવું સરળ છે. હવે પ્લેયર્સને પહેલા જેવી મજા આવી રહી નથી. જલદી જ આ ગેમને સંપૂર્ણરીતે બ્લોક કરવામાં આવશે તે નક્કી છે. આ પહેલા જૂનના અંતમાં જે ૫૯ એપ્લિકેશન પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી હતી તે થોડા દિવસો બાદ સંપૂર્ણરીતે બ્લોક કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.