Western Times News

Gujarati News

બાયડ આશ્રમ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો

બાયડ સ્થિત જય અંબે મંદ બુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત બિનવારસી માનસિક વિકલાંગ(દિવ્યાંગ) બહેનોના આશ્રમ ની સ્થાપનાને 4/9/2020 ના રોજ ત્રણ વર્ષ પુરા થયા. જેની ઉજવણી ના ભાગરૂપે હાલ ચાલતી મહામારીમાં કોરોના વોરિયર્સને સન્માની કરવામાં આવી.

આ પ્રસંગે  બાયડ પ્રાંત અધિકારીશ્રી ડૉ વિમલભાઈ બારોટ સાહેબ,ધારાસભ્યશ્રી જશુભાઈ પટેલ, મામલતદાર કે.બી.સોલંકીસાહેબ, ટી.એચ.ઓ ડો ધર્મેન્દ્રભાઈ સોલંકી,નગરપાલિકા પ્રમુખ સાહિનબાનું મલેક,ડૉ મિનેશભાઈ ગાંધી,વાત્રક હોસ્પિટલ ના ડૉ મેહુલભાઈ શાહ,તાલુકાના તબીબો, પત્રકારશ્રીઓ,રિપોર્ટર મિત્રો,સામજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેમનું આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન,જબ્બરસિંહ રાજપુરોહિત,વિનુભાઈ જે પટેલ,વિશાલભાઈ પટેલ,કિશોરભાઈ પટેલ,મુકેશભાઈ લુહાર,વિજયભાઈ પટેલ,તેજશભાઈ પટેલ સચિન મહારાજ અને ટ્રસ્ટીગણ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આશ્રમના 11 સેવાસાથી  સ્ટાફ(કનુદાદા,અલ્પેશભાઈ,ધીરુભાઈ,અનિતાબેન,જગતબેન,રાકેશભાઈ,શા દાબેન, લાલભાઈ, મહેશભાઈ, કૈલાશબેન, રીંકુબેન) કે જેઓ એ 142 આશ્રમવાસી બહેનો ની સંકટ સમયમાં સેવા કરેલ છે તે તમામનું ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે સ્ટેન્ડિંગ પોજીસન આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ અનેરા કાર્યક્રમમાં બાયડ અને તેની આસપાસ ના વિસ્તારના સેવાભાવી ડૉક્ટર સાહેબશ્રીઓ,સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ,સામાજિક કાર્યકરો,પત્રકારશ્રીઓ,મીડિયાકર્મીઓ,પોલીસ સ્ટાફ,108 સ્ટાફ,નગરપાલિકા સ્ટાફ,વગેરે નું સન્માન કરી તેઓના ઉસ્સાહ માં વધારો કરવાનો નમ્ર પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

ત્રણ વર્ષ પહેલાં આશ્રમની શરૂઆત 1 વ્યક્તિ દ્વાર કરવામાં આવી હતી અને આજે 142 બહેનોના સુખ નું સરનામું  આશ્રમ બન્યો છે,અત્યાર સુધી 107 બહેનો ને પરિવાર સાથે મિલન કરવામાં સફળતા મળેલ છે.આશ્રમ ને સમાજનો અવિરત સાથ મળતો રહે છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.