Western Times News

Gujarati News

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને કોરોના પોઝિટિવની અફવા

ગાંધીનગર, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો કોરોના રીપોર્ટ પોઝીટીવના અહેવાલ વહેતા થયા હતાં. પાટીલને સારવાર માટે એપોલો હોસ્પીટલમાં દાખલ કારાયા બાદ કોરોના પોઝીટીવ હોવોની અહેવાલોએ જાેર પકડ્યું હતું. આ અંગે સી.આર.પાટીલે પોતાના ઓફીસીયલ ટ્‌વીટર હેન્ડલ પરથી ટ્‌વીટ કરીને તબીયત સારી હોવાથી તેમજ એન્ટીજન નેગીટીવ આવ્યો છે. જાેકે આરટી પીસીઆર નો રીપોર્ટ પેન્ડીંગ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા બાદ સી.આર પાટીલ સતત પ્રવાસો, રેલી અને મીટીંગો કરી રહ્યાં હતાં. તેમની દરેક રેલીમાં સોશિયલ ડિસ્ટન્સીંગ અને કોરોનાનો ફેલાવો ન થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘડેલા તમામ નિયમોના લીરેલીરા ઊડતા દેખાયા હતાં. આમ છતાં રાજ્યના આરોગ્ય અને ગૃહ વિભાગ આંખ આડા કાન કરતું હતું. આ રેલીઓને લીધે કોરોના સંક્રમણમાં વધારો થશે તેવી ભીતિ સેવાતી હતી. જે સાચી પડવા લાગી છે. પાટીલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસ કર્યાં હતાં. આ પ્રવાસમાં હાજર રહેલા અનેક નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદા, જીલ્લાનાં આગેવાનો કોરોના સંક્રમીત થયા છે.

આજે સી.આર.પાટીલને નબળાઇ જણાતા એપોલો હોસ્પીટલમાં ટેસ્ટ કરાવવા પહોંચી ગયાં હતાં. જ્યાં તેમનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. તે પછી એન્ટીજન ટેસ્ટ કરાયો હતો જે નેગેટીવ આવ્યો હતો. જાે કે આમ છતાં આટી પીસીઆર ટેસ્ટ કરાયો હતો. જેનો રીપોર્ટ આવવાનો બાકી છે. હાલમાં તેઓ ઓબ્ઝર્વેશનમાં છે. એપોલોમાં દાખલ થવાનાં અને કોરોના પોઝીટીવ હોવાના અહેવાલને રદીયો આપતાં સી.આર.પાટીલે ટ્‌વીટ કર્યું હતી. જાેકે તેમના પુત્ર જીગ્નેશ પાટીલે એવી ટ્‌વીટ કરી હતી કે મારા પિતા અને ભાજપના ગુજરાત પ્રમુખ કોરોના પોઝીટીવ થયાં છે. અને હાલ સારવાર હેઠળ છે. તેઓ સ્વસ્થ થઇ ઝડપથી સંગઠનના કાર્યને મજબુત કરવા કાર્યરત થાય એવી સભ્યર્થના. જાેકે બાદમાં જીગ્નેશ પાટીલ દ્વારા આ ટ્‌વીટ કાઢી નાંખી હતી. પિતા પુત્રની ટ્‌વીટમાં વિરોધાભાસ સર્જાતા વિવાદ ઉભો થયો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.