Western Times News

Gujarati News

પાકિસ્તાનની જમીન પર ૪૦ ત્રાસવાદી સંગઠનો સક્રિય હતા : ઇમરાન

વોશિંગ્ટન : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકી સાંસદોને સંબોધન કરતા આજે મોટો ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાનની જમીન ઉપર ૪૦થી વધુ આતંકવાદી સંગઠનો સક્રિય હતા. તેમના કહેવા મુજબ ત્રાસવાદીઓ સામે લડાઈ ચાલી રહી છે. અમેરિકી સાંસદોને કેપ્ટન હિલમાં સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, અમે આતંકવાદની સામે અમેરિકાની લડાઈ લડી રહ્યા છે. ૯-૧૧ સાથે પાકિસ્તાનના કોઇપણ લેવાદેવા નથી. વિતેલા વર્ષોમાં પાકિસ્તાન દ્વારા અમેરિકાને વાસ્તવિક માહિતી અપાઈ ન હતી

જેથી સ્થિતિ વણસી ગઈ હતી. ઇમરાને કહ્યુ હતુ કે પાકિસ્તાનના અમેરિકામાં કરવામાં આવેલા હુમલા સાથે કોઇ લેવાદેવા ન હતા. તેમણે કહ્યુ હતુ કે અલ કાયદા અફઘાનિસ્તાનમાં છે. પાકિસ્તાનમાં કોઇ પણ જગ્યાએ તાલિબાની ત્રાસવાદીઓ ન હતા. છતાં અમે અમેરિકાના યુદ્ધમાં જાડાયા હતા. દુર્ભાગ્યના કારણે જ્યારે ચીજા ખોટી દિશામાં વધી રહી હતી ત્યારે અમેરિકાને વાસ્તવિક સ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા ન હતા.

તેઓ પોતાની સરકારને આના માટે જવાબદાર ગણે છે. ઇમરાને કહ્યુ હતુ કે તેમના દેશમાં છેલ્લા ૧૫ વર્ષમાં સરકારોએ માહિતી આપી ન હતી. પાકિસ્તાનમાં જુદા જુદા ૪૦ ત્રાસવાદી સંગઠનો સક્રિય હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્‌મ્પ અને અમેરિકી નેતાઓને મળીને તેઓ ખુશ છે.

અનેક માહિતીની આપલે થઇ છે. પાકિસ્તાની વડાપ્રધાને આ નિવેદન કરીને અમેરિકાની સાથે સાથે વિશ્વના દેશોને ફરી એકવાર ગેરમાર્ગે દોર્યા છે. પાકિસ્તાન હમેશા કહે છે કે ત્રાસવાદ સામે લડાઇ ચાલી રહી છે પરંતુ તેમના પરિણામ તો હાંસલ થતા નથી. કોંગ્રેસનલ પાકિસ્તાન કોકસના નેતૃત્વમાં શીલા જેક્શન દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ઇમરાન ખાને આ મુજબની વાત કરી હતી.

શીલા જેક્શન લી ભારત અને ભારતીય અમેરિકીઓ ઉપર કોંગ્રેસના કોકસના સભ્ય તરીકે છે. પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં ૪૦ જુદા જુદા ત્રાસવાદી સંગઠનો સક્રિય થયેલા છે. પાકિસ્તાન એવા દોરમાંથી પસાર થઇ રહ્યું છે જ્યાં તેમના દેશના લોકો પણ ચિંતાતુર થયેલા છે. આતંકવાદના આ દોરમાંથી પાકિસ્તાન બહાર નિકળી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન થયેલો છે. અમેરિકા અમારી પાસે અને અમેરિકાની પોતાની લડાઈને જીતવાની આશા રાખે છે

ત્યારે અમે આ આશાને પાર પાડવા માટે તૈયાર રહીએ છીએ. તેમણે ઉમેર્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય અમેરિકી નેતાઓને મળીને તેમને ખુશી થઇ છે. આગળ વધવા માટે અમારા સંબંધો પારસ્પરિક વિશ્વાસ પર આધારિત રહે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા ઇમાનદારીપૂર્વક આગળ વધવા માટે ઇચ્છુક છે. પાકિસ્તાન શાંતિ પ્રક્રિયામાં શું કરી શકે છે તે મહત્વપૂર્ણ બાબત છે. અમેરિકાના ત્રણ દિવસના વ્યસ્ત પ્રવાસના છેલ્લા દિવસે ઇમરાન ખાન જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.