Western Times News

Gujarati News

કોડીનારથી આવેલા યુવાનના થેલામાંથી રૂ.૬.૧૦ લાખના મુદ્દામાલની ચોરી

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે તસ્કરો અને લુંટારુઓ રોજ અવનવી તરકીબો વાપરી નિર્દોષ નાગરિકોની પરસેવાની કમાણી લૂંટી રહયા છે શહેરમાં સંખ્યાબંધ ઘટનાઓ વચ્ચે પોલીસતંત્ર પણ આરોપીઓને ઝડપી લેવા માટે સતત પ્રયાસો કરી રહયું છે પરંતુ રોજ જુદા જુદા વિસ્તારોમાં આવી ઘટનાઓ ઘટી રહી છે આ દરમિયાનમાં કોડીનારથી આવેલા એક આધેડ નાગરિકના થેલામાંથી રૂ.૬.૧૦ લાખના સોના-ચાંદીના દાગીના અજાણ્યો શખ્સ તફડાવી જતાં આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે

જાકે આ દાગીના કોડીનારથી અમદાવાદ આવતા કયા સ્થળે ચોરાયા તે હજી નકકી થયું નથી પરંતુ વહેલી સવારે અમદાવાદ ઘાટલોડિયા આવ્યા ત્યારે અજાણી વ્યક્તિ આ દાગીના ચોરી ગઈ હોવાનું મનાઈ રહયું છે. ઘટનાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે તસ્કરો અને લુંટારુઓ ખાસ કરીને બહારગામથી આવતા નાગરિકોને નિશાન બનાવતા હોય છે કેટલીક રીક્ષાઓમાં પણ આવી ટોળકીઓ પ્રવાસીઓના કિંમતી માલસામાનની ઉઠાંતરી કરતી હોય છે.

કોડીનાર રોડ પર ન્યુનોર્થ કોલોનીમાં રહેતા કમલેશભાઈ રાવલ થોડા દિવસ પહેલા કોડીનારથી અમદાવાદ આવવા નીકળ્યા હતાં રાત્રિના આઠ વાગ્યે કોડીનારથી તેઓ બસમાં બેસી અમદાવાદ આવી રહયા હતા અને અમદાવાદમાં ઘાટલોડિયા મેમનગર પાસે સવારે પ.૪પ વાગ્યે આવ્યા હતા

આ દરમિયાનમાં અજાણ્યા શખ્સે તેમના થેલામાંથી સોના-ચાંદીના કુલ રૂ.૬.૧૦ લાખની કિંમતના દાગીનાની ચોરી કરી લીધી હતી આ અંગેની જાણ થતાં કમલેશભાઈએ બુમાબુમ કરતા આસપાસના લોકો વહેલી સવારે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક નાગરિકો પણ ગભરાયા હતા અને તાત્કાલિક કોડીનારના કમલેશભાઈને લઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં

જયાં તેમણે ૬.૧૦ લાખના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ઈન્સ્પેકટર પી.આર. ગામી સમગ્ર ઘટનાની તપાસ ચલાવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.