Western Times News

Gujarati News

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

File photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુન મહિનો કોરો જતાં ખેડૂતો પાક-બળવાને કારણે સતત િંચતામાં હતાં,લોકો પણ ગરમીને કારણે અકળાઈ ઉઠયા હતાં. મેઘરાજાને રીઝવવા ઠેરઠેર યજ્ઞો કરવામાં આવ્યા હતાં પરંતુ હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં ર૮ મી તથા ર૯થી જુલાઈ ના રોજ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે, જયારે ગુજરાતના અન્ય ભાગોમાં હળવા વરસાદ તથા અવારનવાર ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે તથા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.

પવન સાથે તુટી પડતા વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાની ફરીયાદો મળી રહી છે. સુરતમાં માત્ર અડધો કલાકમાં પડેલ ભારે વરસાદને કારણે નીચાણવાળા ભાગમાં ઠેરઠેર પાણી ભરાઈ જતાં, વાહનચાલકો વાહનચલાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી છે. વધઈ-આહવા કાપરકાડામાં બે ઈંચ, તથા ખેડૂતોની ૧ ઈંચ વરસાદ પડયો છે. તોફાની પવન સાથે મેઘરાજાની પધરામણીએ લોકોના જીવન-વ્યવહારને ઠપ કરી દીધા છે. અત્યાર સુધીમાં રાજયમાં આશરે ૩૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.

આગામી દિવસોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તેને કારણે માછીમારોને દરીયો ન ખેડવા અપીલ કરવામાં આવી રહી છે; તથા દરીયાકિનારે વસતા લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે. વલસાડના મધુડેમમાં પાણીનો સતત વધારો થઈ રહયો છે. દમણગંગા નદીના કાંઠે રહેતા લોકોને સાવચેતી રહેવા જણાવાયું છે.

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાતા કેટલાક ભાગોમાં વરસાદ પડવાના અહેવાલ મળ્યા છે. વધઈ મહુવા, તળાજા, જસદણ, ડાંગ, સાવરકુંડલા, લાઠીપંથક, સુત્રાપાડા, તળાલા, તેમજ અમરેલી, જીલ્લાના અનેક ગામોમાં વરસાદ વરસતા લોકોમાં હાલાકી પણ વધી છે. સમગ્ર જામકંડોરણા તાલુકામાં વરસાદ પડી રહયો છે. વાસંદામાં સૌથી વધારે ૭ ઈંચ વરસી રહયો છે. શહેરમાં વરસાદી માહોલની વચ્ચે ગરમીનો પારો ૪૦ ડીગ્રી પહોચતા નગરજનો તાપથી અકળાઈ ઉઠયા છે. અને ચાતકની નજર વરસાદની રાહ જાઈ રહયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.