Western Times News

Gujarati News

ગાંધીનગરમાં વાયુદળનાં વાયુશક્તિ નગરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી

 અમદાવાદ, રવિવાર,  કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવા વાયુદળનાં સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (સ્વાક)એ વાયુ સેના નગર, વાયુદળ, ગાંધીનગર ખાતે શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. આ દિવસ રાષ્ટ્ર માટે ગર્વનો દિવસ છે અને શહીદોને યાદ કરવાનો દિવસ છે, તેમનાં ત્યાગની ભાવના પ્રત્યે આદર કરવાનો છે અને દેશનાં રક્ષણ માટે કટિબદ્ધતાને મજબૂત કરવાનો દિવસ છે. ભારતીય વાયુદળને એનાં દેશવાસીઓ પાસેથી તાકાત અને પ્રેરણા મળે છે.

આ ઉજવણીનો ઉદ્દેશ વાયુદળનાં જાંબાઝ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો અને યુવા પેઢી વચ્ચે રાષ્ટ્રવાદીની ભાવના જગાવવાનો છે. એમાં નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેથી કારગિલ વિજય દિવસની ઉજવણી થાય અને વધુને વધુ લોકો સુધી પહોંચી શકાયઃ

  • એક 28 કિલોમીટરનાં સાયકલ અભિયાનને એર માર્શલ એચ એસ અરોરા, એવીએસએમ, એડીસી, એઓસી-ઇન-સી હેડક્વાર્ટર સ્વાકે લીલી ઝંડી આપી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક લોકો વચ્ચે રાષ્ટ્રવાદની ભાવના ફેલાવવાનો છે.

(b)        સાંજે સ્પેશ્યલ ફોર્સીસે ધીમે ધીમે ઉડતાં હેલિકોપ્ટરનું પ્રદર્શન કર્યું હતું, જેમાં યુદ્ધમાં હુમલો કરવાની વિવિધ પેટર્ન દેખાડી હતી

(c)        એર માર્શલ એચ એસ અરોરા એવીએસએમ એડીસી એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ હેડક્વાર્ટર સ્વાક અને શ્રીમતી બલજીત અરોરા, પ્રેસિડન્ટ, એર ફોર્સ વાઇવ્સ વેલ્ફેર એસોસિએશન (રિજનલ)એ તમામ સંગિનીઓ સાથે મોખરે રહીને વાયુદળનાં સૈનિકો અને તેમનાં પરિવારજનો સાથે કેન્ડલ લાઇટ માર્ચ કરી હતી, જેનું આયોજન સ્વાકનાં હેડક્વાર્ટર એરિયામાં થયું હતું.

રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં સશસ્ત્ર દળોનાં પ્રદાન વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે તેમનાં સુધી પહોંચવાનાં પ્રયાસો થયાં હતાં. કારગિલ યુદ્ધની ગાથા સશસ્ત્ર દળોનાં સર્વોચ્ચ ત્યાગની ભાવના વિશે વાકેફ કરવા લોકોને ફરી કહેવામાં આવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનો ઉદ્દેશ ભારતીય વાયુદળમાં આત્મવિશ્વાસ લાવવાનો અને સશસ્ત્ર દળોમાં જોડાવા માટે યુવા પેઢીને પ્રોત્સાહન આપવાનો હતો.

આ પ્રસંગે એર માર્શલ એચ એસ અરોરા એવીએસએમ એડીસી એઓસી-ઇન-સી હેડક્વાર્ટર સ્વાકે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણાં શહીદોને યાદ કરીને, તેમનાં ત્યાગ અને બલિદાનની ભાવનાને બિરદાવીને તથા આપણી અંદર ગર્વ અને સન્માનની ભાવના જગાવીને આપણને કારગિલમાં વિજયની ઉજવણી કરવાની ખુશી છે અને આપણે તિરંગાની આન, બાન અને શાનનું રક્ષણ કરવા આપણી દ્રઢતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.