Western Times News

Gujarati News

નેહાએ જાહેરમાં રોહનપ્રીત સિંહ સાથે પ્રેમનો એકરાર કર્યો

મુંબઈ: ઇન્ડિયન આઇડલ ૧૨ જજ અને સિંગર નેહા કક્કડએ આખરે રોહનપ્રીત સિંહ ન સાથે તેનાં લવ લાઇફની સચ્ચાઇ જાહેર કરી જ લીધી છે. તેણે જાહેરમાં રોહનપ્રીત માટે પ્રેમનો એકરાર કર્યો છે.

બંનેનાં લગ્ન અંગે ગત લાંબા સમયથી વાતો થઇ રહી હતી. નેહાએ ચર્ચાઓ પર જાતે જ મોહર લગાવી દીધી છે અને રોહન માટે પોતાનો પ્રેમ પણ જાહેર કરી લીદોછે.

તેણે રોહન સાથેની એક સુંદર તસવીર તેનાં સોશિયલ મીડિયા પેજ પર શેર કરી છે નેહાનો પ્રેમ એ એકરાર જોઇને રોહનપ્રીત સિંહે પણ પોસ્ટ પર સુંદર કમેન્ટ કરી છે.

સિંગર નેહા કક્કડ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી વધારે છે. તેથી તેણે તેનાં ફેન્સની સામે રોહનપ્રીત સિંહને પોતાનો જણાવી દીધો છે.

તેણે બંનેની એક સુંદર તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ‘તુ મારો છે’ નેહા કક્કડની સોશિયલ મીડિયા પોસ્ટ ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી છે. કેપ્શનમાં નેહાએ બંનેનાં નામને મેળવીને હેશટેગ બનાવ્યું છે.

તસવીરોમાં નેહા કક્કડ સોફા પર બેઠી છે અને રોહનપ્રીત નીચે બેઠેલો છે. નેહાની આ તસવીરને થોડા જ સમયમાં લાખો લાઇક્સ મળી ગઇ છે. અને અઢળક લોકોએ તેનાં પર કમેન્ટ્‌સ કરી છે.

અને તેમને વધામણાં આપ્યા છે. આ પોસ્ટને જોયા બાદ ખુદ રોહનપ્રીત સિંહે પણ કમેન્ટ કરી છે અને લખ્યુ છે કે, ‘બાબૂ આઇ લવ યૂ સો મચ મેરા પુત મેરી જાન હા હું ફક્ત તારો છું આ સાથે જ તેણે ખુબ બધા દિલવાળા ઇમોજીસ પણ શેર કર્યા છે.

રોહનપ્રીત સિંહ રાઇઝિંગ સ્ટાર સિંગિંગ રિયાલિટી શોમાં ફર્સ્‌ટ રનરઅપ રહી ચૂક્યો છે. સાથે જ તે બિગ બોસ ફેમ શહનાઝ ગિલનાં સ્વયંવર વાળા ટીવી રિયાલિટી શો મુજસે શાદી કરોગેમાં પણ જોવા મળ્યો હતો. રોહનનો અવાજ અને સ્વભાવ બંને ઘણાં મૃદુલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.