Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે અધિક માસના સમાપન પ્રસંગે અન્નકૂટ દર્શનનું આયોજન

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ શહેરમાં શ્રી ધનશ્યામ લાલજી વૈષ્ણવ મંદિર માં અધિક માસના સમાપન પ્રસંગે અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું .

પ્રાંતિજ નગરમાં  શ્રી દશાશ્રીમાળી વાડી નજીક આવેલ શ્રી ધનશ્યામ લાલજી મંદિર સંકુલમાં અધિક માસના અંતિમ દિવસે વૈષ્ણવ સમાજ ના ધર્મપ્રેમી ભાઇ બહેનો દ્વારા શ્રી ઘનશ્યામ લાલજી સમક્ષ અન્નકૂટ ભરવામા આવ્યો હતો દર ત્રણ વર્ષે અધિક માસ કે જેને પુરષોત્તમ માસ પણ કહેવાય છે આ પવિત્ર માસ નું ખૂબજ મહત્વ ગણાય છે વૈષ્ણવ મંદિરોમાં વર્ષ દરમ્યાન ઉજવાતા મનોરથો તેમજ ઉત્સવો અધિક માસ માં ઉજવવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાય ના અનુયાયીઓ અધિક માસ માં દાન, પુણ્ય અને પૂજા-અર્ચના કરીને ભગવાન ની ભકિત કરે છે

અધિક માસ માં વૈષ્ણવ સમાજ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મ પ્રેમી લોકો પણ મંદિરોમા વિવિધ ઓચ્છવો મનોરથો અને ઉત્સવોની ઉજવણી કરીને ધન્યતા અનુભવે છે પ્રાંતિજ નગરમાં વૈષ્ણવ સંપ્રદાયની બે હવેલીઓ આવેલી છે ધનશ્યામલાલજી હવેલી ઉપરાંત દેસાઇની પોળ માં શ્રી મદન મોહન લાલાજી નું મંદિર આવેલ છે આ મંદિર માં પણ દરેક ધાર્મિક તહેવારો ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે

પરંતુ અધિક માસ નું મહત્વ ખૂબ વધારે હોઇ વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ-બહેનો આનંદ અને ઉત્સાહ પૂર્વક અધિક માસ ઉજવે છે અધિક માસ ના અંતિમ દિવસે દિવાળી પર્વ અને નૂતન વર્ષ જેવી ઉજવણી કરવામાં આવેછે દરેક વૈષ્ણવો પવિત્ર અધિક માસ માં વિવિધ મનોરથોમાં સહભાગી બનીને ધન્યતા અનુભવી ને પ્રસાદ નું આયોજન કરતા હોય છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.