Western Times News

Gujarati News

ધરની અંદર અનુસૂચિતજાતિ અને જનજાતિના વ્યક્તિ પર અપમાનજનક ટીપ્પણી અપરાધ નહી

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘરની અંદર ચાર દિવાલોની વચ્ચે અનુસૂચિત જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કરવામાં આવેલ વાંધાજનક ટીપ્પણી અપરાધ હોતી નથી સુપ્રીમ કોર્ટે આ સાથે જ એક વ્યક્તિની વિરૂધ્ધ એસસી એસટી કાનુન હેઠળ એક ઇમારતમાં મહિલાનું અપમાન કરવાના આરોપને રદ કરી દીધા.

ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ,ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે કોઇ વ્યક્તિ માટે તમામ અપમાન કે ધમકી એસસી એસટી કાનુન હેઠળ અપરાધ હોતો નથી આવું ત્યારે જ થશે જયારે તે વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જાતથી આવતો હોય.

બેંચે એ પણ કહ્યું કે તેને અપરાધ ત્યારે જ માનવામાં આવશે જયારે અપમાનજનક ટીપ્પણી સામાજિક રીતે બધાની સામે કરવામાં આવી હોય બેંચે કહ્યું કે આ મામલામાં અરજીકર્તાની વિરૂધ્ધ લગાવવામાં આવેલ આરોપોનો કોઇ આધાર નથી આથી આરોપપત્રને રદ કરવામાં આવે છે.

બેંચે સાથે જ એ કહ્યું કે અરજીકર્તા હિતેશ શર્માની વિરૂધ્ધ અન્ય અપરાધોમાં દાખલ એફઆઇઆર પર સંબંધત કોર્ટ કાનુન અનુસાર સુનાવણી કરતા રહેશે વર્માએ ઉત્તરાખંડ હાઇકોર્ટના તે આદેશને પડકાર આપ્યો હતો જેમાં કોર્ટે આરોપપત્ર અને સમનને રદ કરવાની અરજીને રદ કરી દીધી હતી.

બેંચે પોતાના ૨૦૦૮ના એક નિર્ણયનો હવાલો આપ્યો જેમાં સમાજમાં અપરાધ અને કોઇ બંધ જગ્યામાં કરવામાં આવેલ ટીપ્પણીની વચ્ચે ફર્ક બતાવવામાં આવ્યો હતો.કોર્ટે કહ્યું કે ત્યારેના નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જાે અપરાધની બહાર જેવા ધર કે લોનમાં,બાલ્કનીમાં કે પછી બાઉન્ડ્રીની બહાર કરવામાં આવ્યો હોય જયાંથી આવતા જતા કોઇએ ન જાેયું કે સાંભળ્યુ હોય ત્યારે તેને જાહેર જગ્યા માનવામાં આવશે.

આ મામલામાં એફઆઇઆર અનુસાર ટીપ્પણી ઘરમાં ચાર દિવાલની વચ્ચે કરવામાં આવી અને બહારની કોઇ વ્યક્તિએ તેને સાંભળી નહીં ન તો ત્યાં કોઇ દોસ્ત કે સંબંધી હતું.આવામાં આ અપરાધ માનવામાં આવી શકે નહીં. બેંચે કહ્યું કે આરોપપત્રમાં કેટલાકસાક્ષીઓના નામ છે પરંતુ આ નક્કી નથી કે આ લોકો ત્યાં હજાર હતાં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.