Western Times News

Gujarati News

પંપોરમાં અથડામણ એક આતંકી ઠાર,એક નાગરિકનું મોત

જમ્મુ, દક્ષિણી કાશ્મીરના પુલવામા જીલ્લાના પાંપોર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોેએ એક આતંકીને ઠાર માર્યો છે. જયારે એક આતંકીએ આત્મસમર્પણ કરી લીધું છે જાે કે ગોળી વાગવાથી એક વ્યક્તિનું મોત થયું છે જયારે એકને ઇજા થઇ છે જેની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર ગુરૂવારે મોડી સાંજે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ થઇ હતી સુરક્ષા દળોએ આતંકીઓની હાજરી હોવાની માહિતી મળતા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તલાશી અભિયાન ચલાવ્યું હતું આ દરમિયાન ઘેરો સખ્ત થતો જાેઇ મકાનમાં છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યા હતાં તેના જવાબમાં સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરતાં અથડામણ થઇ હતી.

આ દરમિયાન ક્રોસ ગોળીબારમાં ગોળી વાગવાથી બે નાગરિકને ઇજા થઇ હતી જેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જયાં એક ઘાયલ નાગરિક પંપોર નિવાસી આબિદ મીર ઉવ૨૦ પુત્ર અબ્દુલ હમીદ મીરે એસએમએચએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં જયારે અથડામણમાં એક આતંકી આજે સવારે માર્યો ગયો હતો જયારે એક આતંકીઓ આત્મસમર્પણ કરી લીધુ હતું.સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.