Western Times News

Gujarati News

અયોધ્યામાં પ્રથમવાર ભવ્ય ડિજિટલ દિવાળી ઉજવાશે

અયોધ્યા: દિવાળીના તહેવાર પર ઉત્તર પ્રદેશની યોગી સરકાર ભવ્ય ડિજિટલ દીપાવલી મનાવવાની તૈયારી કરી રહી છે. તો હવે ૫૦૦ વર્ષોમાં પ્રથમવાર રામજન્મભૂમિ પર થનારી દિવાળીને યાદગાર બનાવવામાં યોગી સરકાર લાગી ગઈ છે. દીપોત્સવના અવસર પર અયોધ્યામાં પ્રથમવાર ડિજિટલ આતાશબાજી થશે. અયોધ્યામાં ભક્તો માટે દીપ પ્રગટાવવાની વ્યવસ્થા થશે. આ વખતે લેઝર શોના માધ્યમથી સરયૂ કિનારા પર આતશબાજી થશે.

તો યોગી સરકાર અયોધ્યામાં પ્રથમવાર વર્ચ્યુઅલ દીપોત્સવનું આયોજન કરશે. વર્ચ્યુઅલ દીપોત્સવ માટે જલદી નવી વેબસાઇટ લોન્ચ થશે. આ વર્ચ્યુઅલ દીપોત્સવ રિયલ જેવો અનુભવ આપશે. તો દીપ પ્રગટાવ્યા બાદ ધન્યવાદ પત્ર મળશે. પોર્ટલ પર શ્રીરામલલા બિરાજમાનની તસવીર હશે, જેની સમક્ષ વર્ચ્યુઅલ દીપ પ્રજ્વલિત થશે. અહીં સુવિધા હશે કે શ્રદ્ધાળુ પોતાના ભાવાનુસાર માટી, તાંબા, સ્ટીલ અને કોઈ અન્ય ધાતુના દીપ સ્ટેન્ડની પસંદગી કરે.

ઘી, સરસવ અને તલના તેલનો વિકલ્પ પણ ઉપલબ્ધ હશે. જો શ્રદ્ધાળુ પુરૂષ હોય તો પુરૂષના વર્ચ્યુઅલ હાથ અને મહિલા હોવા પર મહિલાના વર્ચ્યુઅલ હાથ દીપ પ્રજ્વલિત કરશે. દીપ પ્રજ્વલિત બાદ શ્રદ્ધાળુઓની વિગતના આધાર પર રામલલાની સાથે મુખ્યમંત્રી આદિત્યનાથ તરફથી ધન્યવાદ પત્ર જારી થશે.

૧૩ નવેમ્બરે મુખ્ય સમારોહ પહેલા વેબસાઇટ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ જશે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દીપોત્સવમાં વર્ચ્યુઅલી સહભાગી થશે. મુખ્યમંત્રી યોગી રામાયણના પ્રસંગો પર આધારિત ઝાંકીનું અવલોકન કરશે. સાથે શ્રીરામ, સીતા અને લક્ષ્મણના સ્વરૂપની આરતી કરી શ્રીરામનો રાજ્યાભિષેક કરશે. મુખ્યમંત્રી જન્મભૂમિ પરિસરમાં રામલલાની આરતી પણ ઉતારશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.