Western Times News

Gujarati News

દિવાળી પહેલા પાટનગર દિલ્હીમાં કોરોનાની સૌથી ખતરનાક લહેર

Files Photo

નવીદિલ્હી, દેશના પાટનગર કોરોનાની સૌથી ખરાબ લહેરથી ઝઝુમી રહી છે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તો એ કહી રહ્યાં છે આંકડા પણ આ રીતનો ઇશારો આપે છે.રવિવારે રેકોર્ડ ૭,૭૪૫ નવા મામલા દાખલ થયા તે પણ ફકત૫૦,૭૫૪ ટેસ્ટમાં એટલે કે દિલ્હીમાં પોઝિટીવિટી રેટ ૧૫.૨ ટકા થઇ ગયો છે દિલ્હીમાં નવેમ્બર મહીનામાં કોવિડ મામલામાં ખાસો ઉછાળો આવ્યો છે.બાકી દેશમાં કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો હતો પરંતુ ત્યાં પણ ગત અઠવાડીયે ૧-૮માં કેસમાં થોડો વધારો જાેવા મળ્યો આ દરમિયાન લગભગ સવા ત્રણ લાખ નવા કેસ સામે આવ્યા જેના એક અઠવાડીયાની સરખામણીમાં લગભગ છ હજાર કેસ વધુ છે.

દિલ્હીમાં ગત ત્રણ દિવસની અંદર નવા કેસે બીજીવાર ૭ હજારના આંકડાને પાર કર્યો આ દરમિયાન ૭૭ દર્દીના મોત થયા દિલ્હી ઓવરઓલ પોઝિટીવી રેટ ૮.૬ ટકા છે જયારે ફેટલિટી રેટ ૧.૬ ટકા છે અહીં લગભગ ૪૨ હજાર મામલા એકિટવ છે.
દિલ્હીમાં ત્રણ નવેમ્બરે પહેલીવાર નવા કોરોનાના કેસ ૬ હજારનો આંકડો પાર કરી ગયા હતાં આઠ નવેમ્બર સુધી દિલ્હીમાં કોવિડના ૫૧,૮૨૩ મામલા સામે આવી ચુકયા છે એટલે કે સરેરાશ ૬,૪૭૭ મામલા દરરોજ, આ આઠ દિવસોમાં ૪૭૮ લોકોના મોત પણ થયા છે.

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર રાજધાની આ સમયે ત્રીજી અને સૌથી ખરાબ લહેરથી પસાર થઇ રહી છે તેમણે કહ્યું કે કેસ તાકિદે ઓછા થઇ લાગશે જૈનના જણાવ્યા અનુસાર કોવિડના મામલામાં આ ઉછાળો અગ્રેસિવ ટેસ્ટિંગ અને કોન્ટેકટ ટ્રેસિંગના કારણે આવ્યા છે આ ઉછાળની અસર દિલ્હીમાં કોવિડ હોસ્પિટલો પર પણ પડી છે અડધાથી વધુ બેડ ઉપયોગમાં લેવામાં આવ્યા છે.કોરોના એપ અનુસાર આઇસીયુ બેડ પણ ૮૦ ટકા સુધી ઓકયુપાઇજ છે.છેલ્લા અઠવાડીયામાં કેસો વધ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.