Western Times News

Gujarati News

ઈન્ડિયન ઓઈલે રજૂ કર્યું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ XP100

હાઈ એન્‍ડ  બાઈકસ અને કાર્સ માટે વિશ્વનું શ્રેષ્‍ઠ ‍‍‍‍પ્રીમિયમ ગ્રેડ ગેસોલિન

અમદાવાદ, ભારતીય પેટ્રોલિયમ ફ્યુઅલ રિટેલ બજારમાં સંભવિત રમત પરિવર્તક તરીકે ઈન્ડિયન ઓઈલે વિશ્વ કક્ષાનું પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલ (100 ઓકટીન) ભારતીય બજારમાં રજૂ કર્યું છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા XP100 બ્રાન્‍ડ હેઠળ રજૂ થયેલું આ પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલને ભારતનાં પેટ્રોલિયમ અને કુદરતીગેસ બાબતોનાં મંત્રી શ્રી ધર્મેન્‍દ્ર પ્રધાન દ્વારા 10 શહેરોમાં રજૂ કરવામાં આવ્‍યું હતું.

XP100ની રજુઆતની વર્ચ્યુઅલ રજૂઆત પ્રસંગે આ ઉપરાંત એમઓપીએન્‍ડજીનાં સચિવ શ્રી તરૂણ કપૂર, ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય, આર એન્‍ડ ડી ડાયરેક્ટર ડો. એસએસવી રામકુમાર, માર્કેટીંગ ડાયરેક્ટર શ્રી ગુરમિત સિંઘ અને અન્‍ય વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ બાબતોનાં મંત્રી શ્રી ધર્મેન્‍દ્ર પ્રધાને આ પ્રસંગે ઈન્ડિયન ઓઈલને અભિનંદન આપતા જણાવ્‍યું હતું કે આ બળતણની રજુઆત સાથે ભારત વિશ્વના જૂજ દેશોની યાદીમાં જોડાયું છે, કે જેમાં 100 કે તેથી વધુ ઓકટીન સંખ્‍યા ધરાવતા પેટ્રોલનું વેચાણ કરવામાં આવે છે. વિશ્વ કક્ષાની XP100 પ્રોડક્ટની રજૂઆત દર્શાવે છે કે આપણે શ્રેષ્‍ઠ ઉર્જા વિકલ્‍પો પૂરા પાડવા સક્ષમ છીએ. આ બળતણ સ્‍વદેશી ટેકનોલોજી દ્વારા ભારતીય વિજ્ઞાનીઓ દ્વારા વિકસાવવામાં આવ્‍યું છે. જે આપ્‍ણા માટે ગૌરવની વાત છે. આપ્‍ણા વડાપ્રધાનની એનર્જી વિઝનની દિશામાં આત્‍મનિર્ભર બનવાનાં પ્રયાસોમાં આ એક વધુ સરાહનીય કદમ છે.

ઈન્ડિયન ઓઈલનાં ચેરમેન શ્રી શ્રીકાંત માધવે આ પ્રસંગે જણાવ્‍યું હતું કે XP100 તે અલ્‍ટ્રા મોડર્ન, અલ્‍ટ્રા, પ્રીમિયમ પ્રોડક્ટ છે. જે રોમાંચથી ભરી દેશે. તે સુંદર કક્ષાનું પેટ્રોલ છે કે જે તમારા વાહનોને ઉચ્‍ચ પાવર અને પફોર્મન્‍સ પ્રદાન કરીને આનંદદાયક ડ્રાઈવનો અનુભવ કરાવશે.

હાલમાં ભારતમાં ઉપલબ્‍ધ પેટ્રોલમાં 91 ઓકટેન હોય છે. ઈન્ડિયન ઓઈલનાં 100 ઓકટેન સાથેનાં પ્રીમિયમ ગ્રેડ પેટ્રોલથી એન્જિનની કાર્યદક્ષતા વધશે. વધારે ઝડપી એકસીલરેશન થશે. વધારે સારો ડ્રાઈવીંગ અનુભવ ઉપલબ્‍ધ થશે. આ પેટ્રોલ IS-2796 ધોરણોથી પણ વધુ ઉચ્‍ચ માપદંડો ધરાવે છે અને પર્યાવરણ મિત્ર છે.

XP100 પેટ્રોલ દિલ્‍હી, ગુડગાંવ, નોઈડા, આગ્રા, જયપુર, ચંદીગઢ, લુધિયાણા, મુંબઈ, પુના અને અમદાવાદમાં ઉપલબ્‍ધ છે. બીજા ચરણમાં તેને ભારતનાં અન્‍ય શહેરોમાં પણ ઉપલબ્‍ધ બનાવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.