Western Times News

Gujarati News

ટાટા મોટર્સે BESTને અદ્યતન 340 ઇલેક્ટ્રિક બસો પૂરી પાડી

‘વન ટાટા’ના એક ભાગરૂપે – ટાટા મોટર્સ, ટાટા પાવર અને ટાટા ઓટો કોમ્પોનન્ટસ ઇલેક્ટ્રિક સામૂહિક વહન માટે ટકાઉ ઉકેલ લાવવાની દિશામાં એક સાથે કામ કરશે

મુંબઇ, ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક ટાટા મોટર્સે બ્રૃહદમુંબઇ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST-બેસ્ટ) સાથે પોતાના સંબંધો વધુ મજબૂત બનાવ્યા છે અને 26 જેટલી અદ્યતન ઇલેક્ટ્રિક બસની ડિલીવરી કરી છે. આ ડિલીવરી બેસ્ટને સૌપ્રથમ ગ્રોસ કોસ્ટ કોન્ટ્રેક્ટ (જીસીસી) ઇલેક્ટ્રિક બસ સર્વિસના પ્રારંભનું પ્રતીક છે.

આ બસ ભારત સરકારના FAME II પહેલ અંતર્ગત 340 ઇલેક્ટ્રિક બસના સૌથી મોટા ઓર્ડરના ભાગરૂપે ડિલીવર કરવામાં આવી રહી છે, જ્યારે બાકીની બસ નિયત સમય અનુસાર તબક્કાવાર રીતે પૂરી પાડવામાં આવશે. 25 સિટર ટાટા અલ્ટ્રા અર્બન 9/9 ઇલેક્ટ્રિક એસી બસને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર, બેસ્ટ અને ટાટા મોટર્સના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના માનનીય મુખ્યપ્રધાન શ્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા નરીમાન પોઇન્ટ, મુંબઇ ખાતેના એક પ્રસંગમાં લીલીઝંડી આપવામાં આવી હતી. ટાટા મોટર્સ મુંબઇના ચાર ડિપો – બેકબે, વર્લી, માલવાણી અને શિવાજીનગર ખાતેની બસ સાથે સંપૂર્ણ ચાર્જીંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બિલ્ડ, ડિપ્લોય, મેઇન્ટેઇન અને ઓપરેટ કરવાની જવાબદારી ઉપાડશે.

વિશિષ્ટ ‘વન ટાટા’ પહેલ હેઠળ કંપની વિવિધ જૂથ કંપનીઓની મહત્ત્વની સ્પર્ધાત્મકતો લાભ ઉઠાવે છે. ટાટા પાવર પુરવઠા સહિત અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ ઇલેક્ટ્રિકલ સવલતોનો સંપૂર્ણ હવાલો લઇને યોગદાન આપશે અને બસ ચાર્જીંગ સવલત માટે પણ જવાબદાર રહેશે. ટાટા ઓટો કોમ્પોનન્ટસ આ પહેલ હેઠળ પસંદગીના કોમ્પોનન્ટસ માટે સહયોગ સાધશે, ડિઝાઇન કરશે, વિકાસ, પ્રાપ્તિ કરશે અને પુરવઠો પૂરો પાડશે.

આ ઇલેક્ટ્રિક બસને પેસેન્જર્સને શ્રેષ્ઠ આરામ પૂરો પાડવા માટે બેસ્ટ માટે ઓછા ખર્ચવાળી કામગીરી ઓફર કરવા માટે અદ્યતન ટેકનલોજીનો ઉપયોગ કરીને ઘરેલુ ધોરણે વિકસાવવામાં આવી રહી છે.

આ પ્રસંગે ટિપ્પણી કરતા ટાટા મોટર્સના કોમર્શિયલ બિઝનેસ યુનિટના પ્રેસિડન્ટ શ્રી ગીરીશ વાઘે જણાવ્યું હતુ કે, ટાટા મોટર્સ મુંબઇ શહેર માટે 340 ઇલેક્ટ્રિક બસમાંથી પ્રથમ 26 બસ ડિલીવર કરતા ખુશી અનુભવે છે. આ બસને વિકલાંગ મુસાફરો માટે ‘લિફ્ટ મિકેનીઝમ’ સહિત મુંબઇગરાઓ માટે આરામ અને સુગમતાને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. ટાટા મોટર્સના ઉત્પાદન પ્રક્રિયાના અને વ્હિકલ વિકાસ કેન્દ્રોના વૈશ્વિક ધોરણોએ પહેલેથી નવીન ઇલેક્ટ્રિક વહન ઉકેલો અને તેની પ્રાપ્તિમાં મદદ કરી છે. સરકારની વીજળીકરણની ઝૂંબેશમાં અમે સક્રિયપણે ભાગ ભજવવાનું ચાલુ રાખીશું.”

25 સિટર ટાટા અલ્ટ્રા અર્બન એસી ઇલેક્ટ્રિક બસને ડ્રાઇવર અને પેસેન્જર્સના આરામ માટે એડવાન્સ ફીચર્સથી સજ્જ કરવામાં આવી છે જેમ કે: ‘લિફ્ટ મિકેનીઝમ કે જે ખાસ વિકલાંગતા ધરાવતા મુસાફરો માટે સરળ રીતે પ્રવેશી શકે અને બહાર જઇ શકે તે માટેના ઓટોમેટેડ રેમ્પ પૂરા પાડે છે

તેની સાથે એર્ગોનોમિક સિટ્સ, ભવ્ય ઇન્ટેરિયર્સ, તેમજ ચાર્જીંગ પોઇન્ટ્સ જેવી યુટિલીટ, ઓન-ધ-ગો કનેક્ટિવીટી માટે વાઇ-ફાઇ હોટસ્પોટ અને પહોળા પ્રવેશ અને નિર્ગમન પેસેજીસની જોગવાઇઓ પૂરી પાડે છે. સંપૂર્ણ ઇલેક્ટ્રિક બસમાં ઇન્ટેલિજનટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આઇટીએસ), ટેલિમેટિક્સ સિસ્ટમ, રિજનરેટિવ બ્રેકીંગ સિસ્ટમનો કાર્યક્ષમ અને સરળ કામગીરી માટે અન્ય ફીચર્સ ઉપરાંત સમાવેશ થાય છે. આ બસનું હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, આસામ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પરીક્ષણ કરાયુ છે અને માન્યતા અપાઇ છે જેથી વિવિધ પ્રદેશોમાં પર્ફોમન્સ સ્થાપિત કરી શકાય.

ટાટા મોટર્સે FAME I પહેલ હેઠળ ભારતમાં 5 શહેરોમાં 215 ઇલેક્ટ્રિક બસ પૂરી પાડી છે જેને એસટીયુ અને નાગરિકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે. ઇલેક્ટ્રિક બસે સંચિત ધોરણે 4 મિલીયનથી વધુ કિલોમીટર્સની મુસાફરી કરી છે, તેથી ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક બસના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વધુ સંશોધન અને અપગ્રેડ કરવા માટે અગત્યનો ડેટા અને આંકડાઓ પૂરા પાડે છે.

વધુમાં FAME Iના ટેન્ડર્સ હેઠળ ટાટા મોટર્સે FAME ફેઝ IIમાં વિવિધ રાજ્ય ટ્રાન્સપોર્ટ યુનિટસ્ પાસેથી ઓર્ડર્સ પ્રાપ્ત કર્યા છે: જેમાં એજેએલને 60 બસ, જયપુર સિટી ટ્રાન્સપોર્ટ સર્વિસીઝ લિમીટેજને 100 બસ અને આ સિવાય મુંબઇમાં બેસ્ટને 300 બસનો સમાવેશ થાય છે. ટાટા મોટર્સે ભારતના સૌપ્રથમ સ્પેસિયાલિટી-એબલ્ડ-ફ્રેંડલી બસ MMRDAને 25 હાઇબ્રિડ બસ પણ ડિલીવર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.