Western Times News

Gujarati News

ખેતરમાં જુગાર રમતા ૧ સગીર સહીત ચાર શકુનિઓને મોડાસા પોલિસે દબોચ્યા

અરવલ્લી જીલ્લા એસપી સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસીયાની કડક કાર્યવાહીના પગલે  જીલ્લામાં ચાલતા જુગારધામ અને  વરલી મટકાના સ્ટેન્ડના પાટીયા પડી ગયા છે ત્યારે હવે જુગારીઓ જુગારની લતને સંતોષવા ગ્રામ્ય વિસ્તારોના ખેતરો અને ખુલ્લી જગ્યામાં  જુગારની બદીએ માજા મૂકી છે મોડાસા રૂરલ પોલીસે નાની બોરડી ગામે રાજુ ઉર્ફે બેરો ખાંટના ખેતરમાંથી જુગાર રમતા એક સગીર સહીત ૪ જુગારીઓને દબોચી લઈ ૩૫ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

મોડાસા રૂરલ પીઆઈ એસ.એન પટેલ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી જુગાર દારૂની સહીતની ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા સઘન પેટ્રોલીંગ હાથધર્યું હતું ત્યારે નાની બોરડી ગામે રાજુ ઉર્ફે બેરો વાઘાભાઈ ખાંટના ખેતરમાં આવેલ ઝૂંપડાની પાછળ જુગારીઓ હારજીતની બાજી લગાવી બેઠા હોવાની બાતમી મળતા તાબડતોડ રેડ કરતા જુગાર રમતો એક સગીર પણ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી પોલીસ રેડ જોઈ મોડાસાનો એક શકુની થાપ આપી નાસી છૂટ્યો હતો

મોડાસા રૂરલ પોલીસે હારજીતની બાજીમાં અને શકુનિઓ પાસેથી રૂ.૫૭૬૦/- રોકડ રકમ જપ્ત કરી ૧)રાજુ ઉર્ફે બેરો વાઘાભાઈ ખાંટ તથા ૨) અબ્દુલકાદર બાદરમિયા જમાદાર,૩)ફારૂક યુસુફભાઇ ચૌહાણ (બંને,રહે કસ્બા,મોડાસા) અને એક સગીરને ઝડપી પાડી જુગાર સ્થળે થી મળી આવેલ વાહન નંગ-૨ મળી કુલ રૂ.૩૫૭૬૦/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઇ ગયેલા સાબીરમીયા ઐયુબમિયાં સીંધી (રહે,કીડીયાદ સોસાયટી,મોડાસા) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.