Western Times News

Gujarati News

સોનૂ સૂદની બૂક “આઇ એમ નો મસીહા” સામે આવી

મુંબઈ: કોરોના વાયરસને કારણે આ વર્ષે દેશમાં લાંબા સમય માટે લોકડાઉન લાગ્યું અને આ દરમિયાન બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર સોનૂ સૂદએ ફિલ્મોથી હટીને તેની એક અલગ છબી લોકોની વચ્ચે બનાવી છે. સોનૂએ આ દરમિયાન દૂર દૂર સુધી ફસાયેલાં પ્રવાસીઓને તેમનાં ઘરે પહોંચાડવામાં મદદ કરી છે.

તેમનાં આ કામને ક્યારેય દેશ ભૂલી શકે નહીં. આ કારણે લોકો માટે સોનૂ એક મસીહા બની ગયો છે. એટલું જ નહીં, ઘણી જગ્યાએ સોનૂની મૂર્તિઓ લગાવી તેની પૂજા પણ કરવામાં આવી.

આ બધુ જાેઇને સોનૂ ઘણો ભાવૂક થઇ ગયો, પણ તેણે દરેક વખતે આ તમામને તેની ફરજ ગણાવી. તેણે હમશઆં કહ્યુંકે, તે કોઇ ભગવાન નથી. અને હવે આ ઉપરજ તેની બૂક આવી રહી છે. જેનું નામ છે. આઇ એમ નો મસીહા. સોનૂની આ બૂક અંગે તેણે વીડિયો શેર કરીને માહિતી આપી છે. જે ટિ્‌વટર પર વાયરલ થઇ રહ્યો છે.

સોનૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ જાેવાઇ રહ્યો છે અને શેર પણ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સોનૂ મુંબઇ એરપોર્ટ પર એક બૂક સ્ટોરમાં નજર આવે છે. જાે આપ આ બૂક મુંબઇ એપોર્ટથી લેશો તો અહીં આપને સોનૂની સાઇન કરેલી બૂક મળશે. આ માહિતી સોનૂએ તેની ટિ્‌વટમાં આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.