Western Times News

Gujarati News

ECG ટેસ્ટની મદદથી વર્ષની અંદર થતા સંભવિત મોતનું કારણ જાણી શકાય

Files Photo

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની માનવ જીવનમાં એક મહત્વની ભૂમિકા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની ટેકનિકને લઇને દુનિયામાં સંશોધન તેજ થઈ ગયા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સની મદદથી ઘણા એવા કામ સરળ બનાવી શકાય છે, જે સામાન્ય રીતે કરવું અશક્ય છે.

એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સ્ટાન્ડર્ડ ઈસીજી ટેસ્ટની મદદથી કોઈપણ દર્દીના એક વર્ષની અંદર થતા સંભવિત મોતનું કારણ જાણી શકાય છે. પેન્સિલવેનિયામાં ગિસિંજર હેલ્થ સિસ્ટમના સંશોધનકારોએ આ નિષ્કર્ષ પર પહોંચવા માટે પહેલા ૪૦,૦૦૦ દર્દીઓને ૧.૭૭ મિલિયન ઈસીજી ટેસ્ટના પરિણામનું વિશ્લેષણ કર્યું.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના ન્યૂરલ નેટવર્ક મોડલ એ આ તથ્યોનું પરિક્ષણના આધાર પર જે નિષ્કર્ષ દેખાળ્યા, તે ખુબ જ ચોંકાવનાર અને ચોક્કસ હતા. જે દર્દીઓની ડોક્ટરોએ સામાન્ય ઈસીજી રિપોર્ટ જણાવી હતી, તેમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ યોગ્ય સમય શોધવામાં સફળ રહ્યાં. ગિસિંજર હેલ્થ સિસ્ટમ ઇમેઝિંગ સાયન્સ એન્ડ ઇનોવેશન વિભાગના આધ્યક્ષ બ્રેડન ફોર્નવાલ્ટે કહ્યું છે કે,

આ સંશોધનની મહત્વપૂર્ણ ખોજ છે. આ અમને ભવિષ્યમાં ઇસીજીના પરિણામોનું વધુ સરળતાથી વિશ્લેષણ કરવામાં સક્ષમ બનાવશે.  આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો અર્થ છે કે, મનુષ્યની જેમ વિચારતું મશીન અથવા કહી શકાય કે મનુષ્યની વિવેક ભાવનાઓ અમે મશીનમાં નાખી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ તે તકનીક છે, જેના અતંર્ગત રોબોટ કોઈપણ સ્થિતિમાં મનુષ્યની જેમ વિચારી શકે અને તેના અનુસાર ર્નિણય લઈ શકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.