Western Times News

Gujarati News

ડોનાલ્ડ ટ્રમ્પે હિંસાની આકરા શબ્દોમાં કરી ટીકા, સત્તા છોડવા અંગે કરી વાત

વોશિંગ્ટન, અમેરિકી સંસદમાં થયેલી હિંસા અને પ્રદર્શનો અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું કે હિંસા કરનારા દેશને પ્રેઝન્ટ કરતા નથી અને હિંસા કરનારાઓએ લોકતંત્ર પર ધબ્બો લગાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ બહાર પાડીને આ વાત કરી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તમામ અમેરિકનોની જેમ, હું પણ હિંસા, અરાજકતા અને હાથાપાઈથી નારાજ છું. મે ઈમારતને સુરક્ષિત કરવા અને ઘૂસણખોરોને બહાર કાઢવા માટે તરત નેશનલ ગાર્ડ અને પોલીસ ફોર્સ તૈનાત કરી. અમેરિકા હંમેશા કાયદો વ્યવસ્થાનો દેશ હોવો જાેઈએ.

આ સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ છોડવા માટે પણ તૈયાર થઈ ગયા છે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસના પરિણામોએ પ્રમાણિત કરી દીધુ છે. ૨૦ જાન્યુઆરીએ એક નવા પ્રશાસનનું ઉદ્ધાટન કરવામાં આવશે. મારું ધ્યાન હવે સત્તાના સુચારું, વ્યવસ્થિત અને નિર્વિધ્ન પરિવર્તનને સુનિશ્ચિત કરવા પર છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે હિંસાથી હું ગુસ્સામાં છું. હિંસા કરનારા લોકો આપણા દેશને પ્રેઝન્ટ કરતા નથી અને હિંસા કરીને તેમણે લોકતંત્ર પર ધબ્બો લગાવી દીધો. તેમણે કહ્યું કે અમેરિકા એક ખુબ ઉષ્માભર્યા ઈલેક્શનમાંથી પસાર થયું છે. મેં ચૂંટણી માટે ખુબ મહેનત કરી.

અમેરિકી સંસદના બંને સદન એટલે કે સેનેટમાં બુધવારે ઈલેક્ટોરલ કોલેજના મતોની ગણતરી અને બાઈડેનની જીત પર મહોર મારવા માટે બેઠક શરૂ થઈ. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકો સંસદ બહાર ભેગા થઈ ગયા. નેશનલ ગાર્ડ્‌સ અને પોલીસે તેમને સમજાવવાની કોશિશ કરી. પરંતુ કેટલાક લોકો કેપિટલ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા અને મોટા પાયે તોડફોડ કરી. આ દરમિયાન ફાયરિંગ થયું એક મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યાં.

અત્રે જણાવવાનું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ૩ નવેમ્બરના રોજ ચૂંટણી થઈ હતી. જેમાં ડેમોક્રેટિક ઉમેદવાર જાે બાઈડેનને ૩૦૬ ઈલેક્ટોરલ કોલેજ મત અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને ૨૩૨ મત મળ્યા હતા. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી અને સતત આરોપ લગાવતા રહે છે કે ચૂંટણીમાં મોટા પાયે ધાંધલી થઈ છે. જે અંગે અનેક રાજ્યોમાં ટ્રમ્પ સમર્થકો દ્વારા કેસ પણ કરાયા. પરંતુ મોટાભાગના કેસ કોર્ટે ફગાવી દીધા. હવે ટ્રમ્પ સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા હતા.

અત્રે જણાવવાનું કે હિંસા બાદ અમેરિકી કોંગ્રેસે ગુરુવારે જાે બાઈડેનની જીત પર મહોર લગાવી દીધી અને તેમના ૨૦ જાન્યુઆરીએ શપથ લેવાનો રસ્તો ક્લિયર થઈ ગયો. કોંગ્રેસે ઈલેક્ટોરલ કોલેજના કાઉન્ટિંગમાં જાે બાઈડેનને રાષ્ટ્રપતિ પદ માટે અને કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિજેતા જાહેર કર્યા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.