Western Times News

Gujarati News

કર્મીઓને PFના યોગદાન જેટલું જ પેન્શન મળશે

નવી દિલ્હી, પ્રાઈવેટ ક્ષેત્રા કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે જેની સીધી અસર તેના ખિસ્સા પર પડી શકે છે. લેબર મિનિસ્ટ્રીના ટોચના અધિકારીઓએ શ્રમિકો સાથે જાેડાયેલી સંસદીય સમિતીને સૂચન આપ્યું છે કે ઈપીએફઓ જેવા પેન્સન ફંડને વ્યવહારિક બનાવી રાખવા માટે હાલની વ્યવસ્થા ખતમ કરવામાં આવે. તેમણે ડિફાઈન્ડ બેનિફિટ્‌સની જગ્યાએ ડિફાઈન્ડ કોન્ટ્રીબ્યુશનની વ્યવસ્થા અપનાવવા પર ભાર મૂક્યો છે. એટલે કે પ્રોવિડન્ડ ફન્ડના મેમ્બર્સને તેમના યોગદાન મુજબ લાભ મળશે.

સૂત્રો મુજબ, અધિકારીઓએ ગુરુવારે સંસદીય સમિતીને જણાવ્યું કે, ઈપીએફઓ પાસે ૨૩ લાખથી વધારે પેન્શનર છે, જેમને દર મહિને ૧૦૦૦ રૂપિયા પેન્શન મળે છે. જ્યારે પીએફમાં તેમનું યોગદાન એક ચતૃથાંસથી પણ ઓછું હતું. તેમની દલીલ હતી કે જાે ડિફાઈન્ડ કોન્ટ્રીબ્યુશનની વ્યવસ્થા ન અપવાની તો સરકાર માટે લાંબા સમય સુધી તેને સપોર્ટ કરવાનું વ્યવહારિક નહીં હોય.

ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રેસ્ટિઝે ઓગસ્ટ ૨૦૧૯માં ન્યૂનતમ પેન્શન ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૩૦૦૦ રૂપિયા કરવાની ભલામણ કરી હતી. પરંતુ શ્રમ મંત્રાલયે તેને લાગુ નહોતી કરી. સંસદીય સમિતીએ આ વિશે શ્રમ મંત્રાલય પાસેથી જવાબ માગ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, ન્યૂનતમ પેન્શન ૨૦૦૦ રૂપિયા કરવાથી ૪૫૦૦ કરોડ રૂપિયાનો બોજ પડશે.

જાે તેને ૩૦૦૦ રૂપિયા કરી દેવાશે તો સરકાર પર ૧૪૫૯૫ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. ગુરુવારની બેઠકમાં અધિકારીઓએ સ્વીકાર્યું કે સ્ટોક માર્કેટમાં રોકાણ કરેલો ઈપીએફઓનો મોટો ભાગ ખરાબ રોકાણ સાબિત થયું છે. કોવિડ-૧૯ની મહામારીના કારણે ઈકોનોમીમાં મંદીથી નેગેટિવ રિટર્ન મળ્યું. અધિકારીઓએ જણાવ્યું કે, ઈપીએફઓના ૧૩.૭ લાખ કરોડ રૂપિયાના ફંડ કોર્પસમાંથી માત્ર ૫ ટકા એટલે કે ૪૬૦૦ કરોડ રૂપિયા જ માર્કેટમાં રોકવામાં આવ્યા હતા. અધિકારીઓ મુજબ સરકાર આ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે ઈપીએફઓ ફંડને જાેખમવાળા ઉત્પાદનો અને સ્કીમોમાં રોકાણ કરવાથી બચાવી શકાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.