Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના સંક્રમણના નવા ૬૮૫ કેસ નોંધાયો

Files Photo

ગાંધીનગર, અમેરિકામાં કોરોનાના કારણે ૪૦૦૦થી વધુ મોત થયા છે. જ્યારે ૈંઝ્રસ્ઇ હેઠળ ભારતમાં કાલ (૭ જાન્યુઆરી) સુધી કોરોના વાયરસના કુલ ૧૭,૯૩,૩૬,૩૬૪ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૯,૩૫,૩૬૯ સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વેક્સિન અંગે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ડ્રાઈ રન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૬૮૫ કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ ૮૧૪૯ થઈ છે તો કુલ આંકડો ૨,૫૦,૫૯૮એ પહોંચ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૪,૯૦,૭૫૬ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

જે પૈકી ૪,૯૦,૬૪૦ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૧૧૬ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. ૨૪ કલાકમાં વધુ ૮૯૨ દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ ૨,૩૮,૧૧૪ વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે. ૨૪ કલાકમાં રાજ્યમાં કુલ ૪૯,૯૫૨ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૦૫૩૫૫૮ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં કુલ ૮૧૪૯ એક્ટિવ કેસમાંથી ૬૧ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૮૦૮૮ સ્ટેબલ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૨ અને તાપીમાં ૧ એમ કુલ ૩ મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૩૩૫ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિવસે ૭૬૮.૪૯ ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.