Western Times News

Gujarati News

પ્રસૂતી કાળમાં જિન્સ પહેરવા ન મળવાનો કરીનાને અફસોસ

મુંબઈ: ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કરનારી મોમ-ટુ-બી કરીના ખાસ્સી એક્ટિવ રહે છે. તે પતિ સૈફ અલી ખાન સાથે બીજા બાળકની રાહ જાેઈ રહી છે. જ્યારે પણ તે ઘર બહાર નીકળે છે ત્યારે પ્રેગ્નેન્ટ મહિલાઓને મેટરનિટી ફેશન ગોલ્સ આપતી રહી છે.

બેબોએ હવે ફોટો શેરિંગ એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામમાં પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે. જેમાં તે જિન્સમાં જાેવા મળી રહી છે અને આ સાથે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે, તે આને ફરીથી ક્યારે પહેરી શકશે. તસવીરમાં, કરીના પીળા ટી-શર્ટ અને રિપ્ડ જિન્સ અને કૂલ સનગ્લાસિસમાં જાેઈ શકાય છે. તેણે પોતાના લૂકને બન અને સફેદ સ્નીકર્સથી પૂરો કર્યો છે.

તસવીરની સાથે તેણે લખ્યું છે કે, ‘હું ફરીથી મારું જિન્સ ક્યારે પહેરીશ?. આ સાથે તેણે કેટલાક ઈમોજી પણ શેર કર્યા છે. હાલમાં, કરીનાએ પોતાની એક સ્ટનિંગ મોનોક્રિમ તસવીર શેર કરી હતી. જેમા તેણે બ્લેક થાઈ-હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો. સાથે તેણે સ્ટાઈલિશ હીલ્સ પહેરી હતી અને કાઉચ પર બેસીને પોઝ આપ્યો હતો.

આ સાથે તેણે તે બાળકના આગમનની કેવી રીતે રાહ જાેઈ રહી છે તેની હિંટ આપી હતી. તસવીરની સાથે તેણે લખ્યું હતું કે, ‘હું રાહ જાેઈ રહી છું.

અગાઉ બેબોએ બીજી વખતની પ્રેગ્નેન્સી વિશે વાત કરી હતી. પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવાનું શું તારું પ્લાનિંગ પહેલાથી હતું? તેમ પૂછતાં તેણે કહ્યું કે, મારે આ કરવાનું છે અથવા પેલું કરવાનું છે તેવી યોજના ક્યારેય હોતી નથી. માત્ર હું તેવા પ્રકારની વ્યક્તિ નથી, જેને ઘરે બેસવાનું ગમે છે. મારે જે કરવું છે તે કરી રહી છું. કામ કરવાની વાત આવે છે ત્યારે પ્રેગ્નેન્સી દરમિયાન હોય કે પછી ડિલિવરી બાદ-પોઈન્ટ એ છે કે કોઈએ ક્યારેય કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ કામ ન કરી શકે?

હકીકતમાં, તમે જેટલા એક્ટિવ રહેશો, એટલું જ તમારું બાળક હેલ્ધી રહેશે અને માતા ખુશ રહેશે. ડિલિવરી બાદ પણ જ્યારે તમે પોતાને ફિટ સમજાે ત્યારે બાળક, તમારા કામ અને પોતાના માટે બેલેન્સ કરવાનું ટ્રાય કરવું જાેઈએ. એક વર્કિંગ માતા હોવાનું મને હંમેશા ગૌરવ થાય છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે જાેવા મળશે. ન્યૂ નોર્મલની વચ્ચે તેણે શૂટિંગ પતાવ્યું હતું. આ સિવાય તેની પાસે કરણ જાેહરની તખ્ત પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.