Western Times News

Gujarati News

પહાડોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં શીતલહેર જારી

નવીદિલ્હી, દેશના પહાડી વિસ્તારોમાં હજુ પણ બરફવર્ષાનો દૌર જારી છે અને મેદાની વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીનો કહેર ખુબ વધી ગયો છે.જયારે પશ્ચિમી વિક્ષોભ ઉત્તર ભારતમાં છે અને તે ધીરે ધીરે પૂર્વી દિશામાં આગળ નિકળી રહ્યું છે પશ્ચિમી વિક્ષોભના પ્રભાવથી વિકસિત થયેલ ચક્રવાતી હવાઓનો ક્ષત્ર પંજાબના ઉત્તરી ભાગો પર બનેલ છે.

મૌસમની માહિતી આનાપનાર વેબસાઇટ સ્કાઇમેટ અનુસાર આગામી ૨૪ કલાકમાં તમિલનાડુ કેરલ દક્ષિણ આંતરિક કર્ણાટક અને કિનારાના કર્ણાટકમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.અંડમાન અને નિકોબાર દ્રીપટાપુ લક્ષદ્રીપ કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આ મહીને દેશના અનેક ભાગોમાં ખાસ કરીને ભારતમાં સારા એવા વરસાદની સંભાવના છે મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ઉત્તરાખંડ પંજાબ હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં શીતલહેરની સંભાવના છે જયારે ૧૪થી ૨૮ જાન્યુઆરી સુધી દક્ષિણ ભારતમાં સામાન્યથી વધુ વર્ષા થઇ શકે છે.

ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં આગામી ૨૪ કલાકમાં કરાં પડવાનું અનુમાન છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના દક્ષિણી અને દક્ષિણ પશ્ચિમ ભાગો પૂર્વ રાજસ્થાન પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્‌ વરસાદનું અનુમાન છે જાે કે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મૌસમ સાફ રહેશે.

ઉત્તર ભારતની વાત કરીએ તો હરિયાણા પંજાબ ઉત્તરી અને પૂર્વ રાજસ્થાન દિલ્હી પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ઉત્તરી મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહી શકે છે.મૌસમ વિભાગનું માનવામાં આવે તો આગામી ૨૪ કલાકમાં ભોપાલ ઇન્દોર હોશંગાબાદ જબલપુર અને સાગર તાલુકામાં વરસાદ થઇ શકે છે.કર્ણાટક રાજય આપદા પ્રબંધન પ્રાધિકરણે આગામી બે દિવસ યેલો એલર્ટ જારી કર્યું છે. ઝારખંડના પાટનગર રાંચી અને આસપાસના વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી આકાશમાં સામાન્ય વાદળો છવાયેલા રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.