Western Times News

Gujarati News

2 મહિનાથી ગુમ જૈક મા આવ્યા દુનિયા સામે

બીજિંગ, ચીનના સૌથી અમીર બિઝનેસમેનમાં સામેલ જૈક મા  લગભગ 2 મહિના સુધી ગુમ રહ્યા બાદ અચાનક દુનિયા સામે આવી ગયા છે. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં જૈક મા ચીનના ગ્રામીણ શિક્ષકોની સાથે ઓનલાઇન વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ અલીબાબાના સંસ્થાપક જૈક મા ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થયેલા વિવાદ બાદ ગુમ હતા અને લગભગ 2 મહિનાથી જોવા મળ્યા ન હતા. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવતું હતું કે ચીને તેમની ધરપકડ કરી લીધી છે અથવા પછી નજરબંધ કરીને રાખવામાં આવ્યા છે.

ગ્લોબલ ટાઇમ્સએ જૈક માનો વીડિયો શેર કરતાં તેમણે ઇંગ્લિશ ટીચરથી બિઝનેસમેન બનવા વિશે જણાવ્યું. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું ‘ઇંગ્લિંશ ટીચરથી બિઝનેસ બનનાર અલીબાબાના સંસ્થાપક જૈક મા એ બુધવારે વીડિયો લિંકના માધ્યમથી દેશના 100 ગ્રામીણ શિક્ષકો સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે ‘અમે કોવિડ 19 મહામારી ખતમ થયા બાદ ફરીથી મળશે.’

જૈક મા  ગત નવેમ્બરથી કોઇપણ સાર્વજનિક ઇવેન્ટ અથવા ટીવી શોમાં જોવા મળ્યા નહી, ત્યારબાદ તેમના ગાયબ થયાના સમાચાર સામે આવવા લાગ્યા. ચીની મીડિયા ધ એશિયા ટાઇમ્સ એ કહ્યું હતું કે જૈક મા સરકારી એજન્સીઓની દેખરેખમાં છે. ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર પીપલ્સ ડેલીએ કહ્યું હતું કે જૈક માને દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. કદાચ તમને ધરપકડ કરી લેવામાં આવી છે કે પછી તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.

જૈક માએ ચીની સરકારને અપીલ કરી હતી કે સિસ્ટમમાં એવો ફેરફાર કરવામાં આવે જે બિઝનેસમાં નવી વસ્તુઓ શરૂ કરવાના પ્રયત્નને દબાવવાનો પ્રયત્ન ન કરે. તેમણે વૈશ્વિક બેંકિંગ નિયમોને ‘ઘરડાંની ક્લબ’ ગણાવી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જૈક માનું આ ભાષણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને ગમ્યું ન હતું. ત્યારબાદથી તેમની કંપનીઓને નિશાન બનાવવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.