Western Times News

Gujarati News

રાહુલ વૈધની ગર્લફ્રેન્ડ દિશાના બિકિની શૂટના ફોટો વાઈરલ

મુંબઈ: પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા પ્યારા શો ફેમ દિશા પરમાર તેની પર્સનલ લાઇફને કારણે હેડલાઇન્સમાં છે. નેશનલ ટેલિવિઝન પર રાહુલ વૈદ્યએ લગ્ન માટે દિશાને પ્રપોઝ કર્યા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણી તેના ટ્‌વીટ્‌સ અને ફોટો સાથેની ચર્ચાનો વિષય બની રહે છે.

પરંતુ આ વખતે દિશા તેના બિગિની શૂટને કારણે ચર્ચામાં આવી છે. દિશાએ ગોવામાં પોતાનો ગ્લેમરસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે બીચ પર બ્લુ ટ્યુબ બ્રોલેટ અને ડેનિમ શોર્ટ્‌સ પહેરેલી જાેવા મળી રહી છે.દિશા પરમારના આ ફોટો પર તેના મિત્રો સહિત સેલેબ્સ અને ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. રાહુલ અને દિશાના ફેન્સે તેને એક સુંદર ભાભી કહી છે. આ ઉપરાંત ઘણા લોકોએ દિશાનો આ ફોટો ખુબ પસંદ આવ્યો છે.

દિશા પરમારને પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા પ્યારા શોમાં પંખુડીના પાત્રથી ઓળખ મળી. આ શો પછી તેણે સાથ નિભાના સાથિયા, એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ, મનકી આવાઝ પ્રતિજ્ઞા સહિતના અન્ય ઘણા શોમાં કામ કર્યું છે. બિગ બોસ ૧૪ માં સિંગર રાહુલ વૈદ્ય સાથેના તેના સંબંધોના સમાચાર બહાર આવ્યા.

રાહુલે તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારબાદથી લોકો દિશા અંગે વધુ માહિતી જાણવા માંગી રહ્યા છે. થોડા સમય પહેલા બિગ બોસ ૧૪ ના ફેમિલી સ્પેશિયલ વીકમાં રાહુલની માતાએ દિશા સાથે તેના લગ્ન વિશે એક સંકેત આપ્યો હતો. તેમણે રાહુલને કહ્યું કે બધું નક્કી થઈ ગયું છે, તેના આવવાની રાહ છે ખાલી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.