Western Times News

Gujarati News

વરુણ-નતાશાનાં લગ્નમાં સલમાન, કેટરિના અને જેક્લિન સામેલ થશે

મુંબઇ, વરુણ ધવન તેની લોન્ગટાઇમ ફેશન ડિઝાઈનર ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ૨૪ જાન્યુઆરીએ લગ્નગ્રંથીમાં જાેડાવા જઈ રહ્યો છે, ત્યારે બોલિવૂડ જગતમાં ચર્ચાએ વેગ પકડ્યો છે કે વરુણ-નતાશાનાં લગ્નમાં કયા કયા સેલિબ્રિટીઝ જાેડાશે. વરુણ ધવનનાં પિતા ડેવિડ ધવનની ઇચ્છી રહ્યાં છે કે આ વેડિંગમાં પરિવારનાં લોકોની સાથે અમુક નજીકનાં મિત્રોને ઇન્વાઇટ કરવામાં આવે. જે અંગત મિત્રોમાં સલમાન ખાન, કેટરિના કૈફ અને જક્લિન ફનાર્ન્ડિઝનું નામ જાણવા મળી રહ્યું છે. વરુણૃ-નતાશાનાં લગ્નમાં ગેસ્ટલીસ્ટમાં સલમાન, કેટરિના અને જેક્લિનનું નામ કન્ફર્મ જણાઈ રહ્યું છે.

વરુણ-નાતાશાનાં લગ્ન માટે ડેવિડ ધવન ફેમિલી પ્રાઇવસીને ધ્યાનમાં લઈ રહ્યાં છે. જે માટે તેમણે લગ્નની તૈયારીઓમાં તેમનાં સ્ટાફનાં લોકોનેજ કામ સોંપ્યુ છે અને તેઓ અલિબાગનાં લગ્ન વેન્યુ પર દરેક પ્રકારનાં પ્રાઇવસી પ્રિકોશન લઈ રહ્યાં છે અને કોઈએ ફોન યૂઝ ના કરવાની સ્ટ્રીક્ટ વોર્નિંગ આપવામાં આવી છે. કોરોના પેન્ડેમિકને ધ્યાનમાં રાખીને ડેવિડ ધવન ગેસ્ટ લીસ્ટમાં ઓછામાં ઓછા લોકોને ઇન્વાઇટ કરી રહ્યાં છે.

દીકરાનાં લગ્ન માટે ડેવિડ ધવને તેમનાં નજીકનાં મિત્રોને જ ઇન્વાઇટ કર્યાં છે, જેમાં સલમાન, કેટરિના અને જેક્લિનનું નામ ગેસ્ટ લીસ્ટમાં કન્ફર્મ છે. તેની સાથે સાથે આ ગેસ્ટ લીસ્ટમાં કરણ જાેહર, અર્જુન કપૂર, શ્રદ્ધા કપૂર, આલિયા ભટ્ટ, સાજિદ નડિયાદવાલા અને શાહરુખ ખાનનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. વરુણ-નતાશાનાં અલિબાગમાં લગ્ન થયા બાદ મુંબઈમાં તેનું રિસેપ્શન યોજવામાં આવશે જેનાં કાર્ડ્‌ઝની તૈયારીઓ પણ ચાલી રહી છે. જે રિસેપ્શનમાં બોલિવૂડનાં અન્ય સેલિબ્રિટીઝ પણ જાેડાશે.

વરુણની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા સાથેનાં લગ્નની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. અલીબાગનાં એક એકરમાં ફેલાયેલા ધ મેન્શન હાઉસ નામનાં રિસોર્ટમાં યોજવામાં આવી રહેલ આ વેડિંગ સેરેમની માટે આખા રિસોર્ટમાં કાર્પેટ અને ફૂલોની સજાવટ કરવામાં આવી રહી છે. ૨૩ જાન્યુઆરીએ હલ્દી-મહેંદીની જુદી જુદી રસમ યોજાશે અને ૨૪ જાન્યુઆરીએ હિંદુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન યોજવામાં આવશે. વરુણ અને નતાશાનાં પરિવારજનો હાલ લગ્ન સ્થળે પહોંચી ગયા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.