રાજીવ ગાંધી ની ૭૩મી જન્મ જ્યંતીની ભરૂચ કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી.
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
(પ્રતિનિધિ) ભરૂચ, ભારત રત્ન અને આધુનિક યુગના પ્રણેતા રાજીવ ગાંધીના ૭૩ મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ કોંગ્રેસ કાર્યપાલય ખાતે પુષ્પાંજલી કર્યા બાદ સિવિલ હોસ્પીટલ ખાતે વૃક્ષારોપણ કરી દર્દીઓ ને ફરતું વિતરણ કરી ઉજવવામાં આવ્યો હતો. ભારત રત્ન અને આધુનિક યુગના પ્રણેતા રાજીવ ગાંધીના ૭૩ મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધી ના ફોટા ને પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર પ્રમુખ વિક્કી સોખી,પ્રવક્તા નાઝુ ફડવાલા,જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢીયાર,પાલીકા ના વિરોધ પક્ષ ના નેતા સમશાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા પૂર્વ તાલુકા પ્રમુખ દિલાવર પટેલ સહીત અગ્રણીઓ માવસંગ પરમાર,મગન પટેલ,સુલેમાન પટેલ સહીત કાર્યકરો ઉપસ્થિતિ રહી સૂત્રોચ્ચાર કરી રાજીવ ગાંધી ના ફોટા ને પુષ્પાંજલી આપી હતી અને ત્યારે બાદ ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે વૃક્ષારોપણ કરી દર્દીઓ ને ફ્રૂટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.*