Western Times News

Gujarati News

સુરતમાં સાઇબર ક્રાઇમ દ્વારા “આપ”ના સંજય તોરીની ધરપકડ

આપના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત, સુરત શહેરમાં નવા વિપક્ષ તરીકે જાેડાયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરે એક એવું કૃત્ય કર્યું કે જેના કારણે તેને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે આ કાર્યકર્તાએ કોરોના કાળમાં સરકારની કામગીરી સામે સવાલો કરીને સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ફોટો મૂકી આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખ્યા.

ચુનાવજીવી ” જેવું લખાણ લખી વાયરલ કર્યો હતો. જાેકે આ વાતની જાણ સાઇબર ક્રાઇમને થતા સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ કરી પોસ્ટ વાયરલ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી

અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાેકે આ પ્રકારના કૃત્યોને કારણે શહેરની સુખ શાંતિ ભંગ થાય તેવા લોકો વિરોધ સાયબર ક્રાઇમ એ પોતાની કાર્યવાહી સક્રિય કરી હતી. જેમાં સાઇબર ક્રાઇમ દ્વારા કરાતા સોશિયલ મીડિયાના મોનીટરીંગ થકી સંજય નામના એક ઇસમે કોરોના કાળમાં સરકારની કામગીરી સામે સવાલ કરીને સોશિયલ મીડિયા ઉપર આપત્તિજનક “આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખ્યા.

ચુનાવજીવી. જેવું લખાણ લખ્યું હતું. જાે કે આ સમગ્ર પોસ્ટ સાઇબર ક્રાઇમ વિભાગના ધ્યાને આવતા તેણે આ પોસ્ટ વાયરલ કરનાર ઈસમ અંગેની તપાસ શરૂ કરી હતી અને તપાસમાં સોશિયલ મીડિયા પર લખાણ લખનાર આમ આદમી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું હતું.

જેથી પોલીસે આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આ પોસ્ટ ગત ૧૦મી તારીખ ના રાત્રિના સમયે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનાર આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પૂણાના બિલ્ડર સંજય ઉર્ફે સંજય તોરી લાલજીભાઈ ડાંગર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.