એનિવર્સરીના દિવસે એક કિલોનું મંગળસૂત્ર સાથેનો વિડીયો કપલને ભારે પડ્યો
ગિફ્ટ ચક્કરમાં પોલીસ વ્યક્તિના દરવાજા પહોંચી-વ્યક્તિએ પોલીસને જાણકારી આપી કે મંગળસૂત્ર નકલી છે અને તેને જ્વેલરી શોપથી ૩૨ હજારમાં ખરીદ્યું હતું
નવી દિલ્હી, મુંબઈ. દેશની આર્થિક રાજધાની મુંબઈના એક કપલનો વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં કપલ પોતાની મેરેજ એનિવર્સરી ઉજવતું જાેવા મળી રહ્યું છે. સાધારણ ઉજવણીની વચ્ચે યૂઝર્સની નજર વીડિયોમાં જાેવા મળી રહેલા મહિલાના મંગળસૂત્ર તરફ પડી.
ઘૂંટણ સુધીની લંબાઈવાળું આ આભૂષણ સામે આવતાં જ ઇન્ટરનેટ પર ડિજિટલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આટલા મોંઘા મંગળસૂત્રને લઈને અનેક પ્રકારના અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા. જાેકે બાદમાં આ કેસમાં પોલીસની એન્ટ્રી થઈ તો સત્ય સામે આવી ગયું. વીડિયોમાં જાેવા મળી રહેલી મહિલાના મંગળસૂત્રનું વજન એક કિલો હોવાનું કહેવાતું હતું.
ઇન્ટરનેટ યૂઝર્સની સાથોસાથ આ કિંમતી આભૂષણ પર ભિવંડી પોલીસની નજર પણ પડી. પોલીસે વીડિયોમાં મહિલાની સાથે જાેવા મળતા શખ્સની પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરી. પોતાની પત્નીને એક કિલોનું મંગળસૂત્ર આપનારા કોલીએ સમગ્ર કહાણી પોલીસને સામે રજૂ કરી છે.
રિપોર્ટ મુજબ, કોલીએ પોલીસને જાણકારી આપી કે તે મંગળસૂત્ર નકલી છે અને તેને એક સ્થાનિક જ્વેલરી શોપથી ૩૨ હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. તેઓએ જણાવ્યું કે આ મંગળસૂત્ર પત્નીને એટલા માટે આપ્યો હતો કારણ કે તે મેરેજ એનિવર્સરીને ખાસ બનાવવા માંગતો હતો.
જાેકે તેને એ વાતનો બિલકુલ અંદાજાે નહોતો કે પત્નીને ગિફ્ટ આપવાના ચક્કરમાં પોલીસ તેના દરવાજા પર આવી પહોંચશે. કોલી તરફથી મળેલી જાણકારીના આધારે પોલીસે તપાસ કરી. પોલીસે આ દરમિયાન જ્વેલરી શોપના માલિક સાથે પણ મામલાની પુષ્ટિ કરી. તેના થોડા સમય બાદ સુધી કોલીની પૂછપરછ થઈ અને તેને પોલીસ સ્ટેશનથી જવા દેવામાં આવ્યો.
ભિવંડી પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર કિંમતી ચીજાેની પ્રદર્શની કરવાને લઈ અલર્ટ કર્યા છે. પોલીસનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટનો ઉપયોગ અપરાધી કરી શકે છે. સાથોસાથ લોકોને કિંમતી ચીજાેને બેંકના લોકરમાં રાખવાની સલાહ આપવામાં આવી.