અંગૂરી ભાભીનું પાત્ર મારામાં વણાઇ ગયું છે : શુભાંગી અત્રે
મુંબઈ: અંગૂરી ભાભી એટલે કે શુભાંગી આત્રેએ હાલમાં જ તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અંગે વાત કરી છે અને જણાવ્યું કે, કેવી રીતે તે આ દિવસોમાં બેલેન્સ બનાવે છે. શુભાંગીએ જણાવ્યું કે, કિરદારને રિયલ બનાવવા માટે તે તેમાં ડુબી જાય છે. તેણે જણાવ્યંુ કે, એવું ઘણી વખત થાય છે કે, શૂટિંગ કરતી રહુ છું અને મને માલૂમ થાય છે કે, હવે અંગૂરી કંઇક મજેદાર બોલે છે. હું ખુદ જ અંગૂરીની જેમ વિચારવા લાગી છું. જેને તમામ વસ્તુઓ આપો આપ થવા લાગે છે.
અંગૂરી ભાભીએ કહ્યું કે, આ કારણે ન ફક્ત મને મારી રીતે વિચારવાની તક મળે છે. પણ આમ કરીને હું મારા તરફથી ઇનપૂટ આપુ છું. આ કારણ છે અંગૂરી ભાભીનો રોલ રિયલ લાગે છે. શુભાંગીએ એમ જણાવ્યું કે, કિરદારને પર્સનલ ટચ આપવાથી મારી પાસે ૬૦૦થી વધુ ઝુમકાઓની જાેડીનું કલેક્શન છે. અને તે આ ઝુમકાઓને પડદા પર પહેરી ચૂકી છે.
શુભાંગી વઘુમાં કહે છે જ્યારે મે ‘ભાભીજી ઘર પર હૈ’નું શૂટિંગ શરુ કર્યું હતું તો ઇયરિંગ્સ માટે મારો પ્રેમ ઝનૂનમાં ફેરવાઇ ગયો છે. તેણે આ ઇયવરિંગ્સને પોતાની ટ્રિપ અને ભારતનાં અલગ અલગ શહેરોમાં ફરીને ભેગા કર્યા છે. આપને જણઆવી દઇએ કે, શુભાંગી અત્રે ઘણાં ટીવી શોમાં કામ કર્યું છે. જાેકે, તે અંગૂરી ભાભી બની ઘર ઘરમાં ફેમસ થઇ ગઇ છે.
શુભાંગી બાળપણથી જ એક્ટ્રેસ બનવાં માંગતી નથી. પણ તે સમયે શુભાંગીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, લગ્ન બાદ તેનું આ સપનું પૂર્ણ થઇ ગયું. શુભાંગી એવી એક્ટ્રેસ છે જેણે લગ્ન બાદ તેનાં કરિઅરની શરૂઆત કરી. વર્ષ ૨૦૦૦માં તેનાં લગ્ન બિઝનેસમેન પીયૂસ સાથે થયા હતાં કપલની ૧૪ વર્ષની એક દીકરી છે. જેનું નામ આશી છે. આ તમામ તસવીરો શુભાંગીનાં ઇન્સટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.