ગોએરની ફ્લાઈટ વહેલા બૂક કરો અને 2020માં અમદાવાદથી ગમતા સ્થળોએ ઊડાન ભરો
- ભાડાં રૂ. 1320 થી શરૂ થઈને વધે છે.
- તમામ ભાડાના અંતે બે આંકડા તરીકે “20” આવે છે.
- બૂકિંગનો સમયગાળો 3 – 8 સપ્ટેમ્બર 2019
- પ્રવાસનો સમયગાળો 14 જાન્યુઆરી 2020થી 31 જુલાઇ 2020
અમદાવાદઃ 3 સપ્ટેમ્બર, 2019: અમદાવાદીઓ હવે વેકેશન, ફરવા જવાના સ્થળ અને સમયગાળાને માણવાની બાબતમાં નવી રીત અપનાવી રહ્યા છે- પછી તે નાના વેકેશન્સ હોય, પર્યટન હોય કે લાંબા ગાળાની રજાઓ હોય. ભારતની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી એરલાઇન, ગોએરે ધામધૂમ સાથે 2020ના નવા દાયકામાં પ્રવેશવા માટે આ બદલાતા વલણોને અપનાવ્યા છે. ગોએરના સમગ્ર નેટવર્કમાં 14 જાન્યુઆરી 2020થી 31 જુલાઈ 2020 સુધી 24 સ્થાનિક શહેરોને આવરી લઈને તમારી પસંદગીના સ્થળો સુધીની હવાઇયાત્રાઓ શરૂ થઈ રહી છે. તો તમારી રોમાંચક અને મળવાપાત્ર વાર્ષિક રજાઓ અથવા આરામ માટે મજાની જગ્યા માટે કમર કસીને તૈયાર થઈ જાવ- અનેક વિકલ્પોમાંથી કોઈ એકને પસંદ કરો અને રૂ. 1320 ના ભાડા સાથે 3-8 સપ્ટેમ્બર 2019 વચ્ચે તેને બૂક કરી શકાય છે.
ગોએરના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી જેહ વાડિયાએ જણાવ્યું હતું કે, “આપણે ભારતીયો આપણા વૈશ્વિક સમકક્ષો સાથે જોડાણ કરી રહ્યા છીએ, એટલે કે વેકેશનોનું આયોજન 120-180 અને કેટલાક કિસ્સાઓમાં તો 210 દિવસ પહેલાથી કરતા રહ્યા છીએ. એ જોઈને ખુશી થાય છે કે આગોતરા આયોજનના ફાયદા સારી રીતે સમજાઈ રહ્યા છે અને ગ્રાહકો લાંબા ગાળાની રાહ જોવા તૈયાર છે. ગ્રાહકોને પસંદગીની શક્તિ અને સંપૂર્ણ ક્ષમતા સમજાયા છે, પછી તે 2 કે 3-સ્ટાર હોટલની કિંમતે મળતી 4 કે 5-સ્ટાર હોટલ હોય, પસંદગીના રૂમ, દ્રશ્ય, સ્થળ, ભાડાની ઉપલબ્ધતા હોય, આગળ વધો અને તમારી રજાઓની જરૂરીયાતોને શ્રેષ્ઠ રીતે અનુકૂળ હોય એવી ફ્લાઇટ્સને પસંદ કરવાની તમારી સ્વતંત્રતાનો ઉપયોગ કરો.”
2020 પહેલ ગોએરના હવાઈપ્રવાસને પોષાય એવી બનાવવાના પ્રયત્નની પુષ્ટિ છે અને સાથે ગ્રાહકોને ફ્લાયસ્માર્ટ માટે જેમ બને તેમ વહેલી તકે બૂક કરવાનો મજબૂત સંદેશો છે. ગોએરને 2005માં શરૂ કરવામાં આવી ત્યારથી આ એરલાઇન ગ્રાહકોને જાગૃત કરતી રહી છે કે ફ્લાઇટની ટિકિટ ખરીદવાનો શ્રેષ્ઠ સમય ‘આજે’ છે, તેનું કારણ માત્ર એટલું જ છે કે ‘આવતીકાલે’ ભાડાં સસ્તાં થવાનાં નથી. 2020ને મનાવવા ગોએરે તમામ ક્ષેત્રોમાં જે ભાડાં શરૂ કર્યા છે તેના અંતે છેલ્લા બે આંકડા તરીકે “20” આવે છે. નવીનતા ક્યારેય એકલી ઘટના રહી નથી, પરંતુ તે અનેક વ્યક્તિઓ અને સંગઠનો દ્વારા લેવાયેલા પ્રયાસોનો સંગમ છે- 2020ના કિસ્સામાં ગોએર ફક્ત આ ભૂમિકા પૂરી પાડી રહી છે.