Western Times News

Gujarati News

વાવોલ ગામમાં યુવતીએ વારંવાર રૂપિયાની માંગ કરતા યુવકનો આપઘાત

Files Photo

ગાંધીનગર: વાવોલના વિપુલ પટેલ નામના વેપારીએ આપઘાત કર્યાની ઘટનામાં મળેલી ચિઠ્ઠીના આધારે થયેલી તપાસમાં બહાર આવ્યું હતું કે યુવકનું આ પગલું ભરવા પાછળનું કારણ એક યુવતી છે . વિપુલના પરિવારજનોએ આ યુવતી સામે ગાંધીનગરમાં સેક્ટર – ૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . જાેકે , વિપુરના મોત બાદ થયેલી પોલીસ ફરિયાદ પછી યુવતી ગુમ થઈ ગઈ છે .

નોંધનીય છે કે , મૃતક યુવકે ચિઠ્ઠીમાં યુવતીનો ઉલ્લેખ કરીને પોતાની પાસેથી નાણા પડાવવામાં આવી રહ્યા હોવાની વાત કરી હતી જેના આધારે યુવતી સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી . ગાંધીનગરમાં સેક્ટર – ૪માં રહેતી રિંકુ રમેશભાઈ માલાણીના સંબંધ વિપુલ સાથે હોવાનું સામે આવ્યા પછી પોલીસે આ કેસમાં તપાસ કરી હતી .

જેમાં રિંકુના ઘરે જઈને પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી . રિંકુ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો . પોલીસે જણાવ્યું કે સેક્ટર – ૪ / સીમાં રહેતી રિંકુની તપાસ માટે પોલીસ તેના ઘરે તપાસ કરવા માટે પહોંચી હતી જાેકે , તેનો કોઈ પત્તો ના લગતા અલગ – અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે . હવે આ ટીમોના આધારે રિંકની શોધખોળ કરવામાં આવી રહી છે

નોંધનીય છે કે , મૃત્યુ પામેલા યુવક વિપુલના ભાઈ નવનીતકુમાર ભોગીલાલ પટેલ કે જેઓ વાવોલમાં જ રહે છે તેમણે પોતાના ભાઈના આપઘાત અંગે ફરિયાદ નોંધાવી હતી . મૃતક અને ફરિયાદી બન્ને ભાઈઓ સાતેક વર્ષથી વાવોલમાં રહીને શાકભાજીની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હતા . આવામાં ૭મી જૂનના રોજ સવારે નવનીતકુમારને તેમના માસીનો સવારે સાડા ૧૦ વાગ્યે ફોન આવ્યો કે તેમને તેમના ભાઈ વિપુલની ચિઠ્ઠી મળી આવી છે .

આપઘાત પહેલા વિપુલે લખેલી ચિઠ્ઠીમાં રિંકુ ( રિના ) નો ઉલ્લેખ કર્યો છે . જેમાં વિપુલે ઉલ્લેખ કર્યો છે કે કઈ રીતે રીનાએ પોતાનું જીવન નર્ક બનાવી દીધું . ચિઠ્ઠી મળ્યા પછી તપાસ કરતા વિપુલનું બાઈક ઝુંડાલ બ્રિજ નીચેથી બાઈક મળી આવ્યું હતું અને પછી બપોરે ખોરજ નજીકથી લાશ મળી આવી હતી . વિપુલની અંતિમ ક્રિયા બાદ ચિઠ્ઠીના આધારે ફરિયાદ નોંધાવવામાં આવી હતી . જેમાં રિંકુ દ્વારા અવાર – નવાર માગણી કરાઈ હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.