Western Times News

Gujarati News

શાકભાજી વેચવાની આડમાં ૪૬૪ લીટર દેશી દારૂના પોટલાં સાથે ૫ મહિલા બુટલેગર પોલીસે ઝડપી 

અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે મોડાસા તાલુકાના છારાનગર (જીવણપુર)માં દેશી દારૂ ગાળવાનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે દરરોજ લાખ્ખો-હજ્જારો લીટર દેશી દારૂ અરવલ્લી-સાબરકાંઠા અને અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરી વિસ્તારોમાં વિવિધ નાના-મોટા વાહનો મારફતે દેશી દારૂ ઠાલવવાનું સુનિયોજીત રેકેટ ચાલી રહ્યું છે છારાનગરની મોટા ભાગની મહિલાઓ દેશી દારૂની ખેપ મારવા અને વેચાણ સાથે સંકળાયેલી છે

મોડાસા શહેરના સર્વોદય નગર (ડુંગરી) વિસ્તારમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ ની રેલમછેલ થતી હોવાની અને કેમિકલયુક્ત તાડી નો મોટા પ્રમાણમાં વેપલો થતો હોવાથી છૂટથી મળતા દેશી દારૂના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ ગયા છે મોડાસા ટાઉન પોલીસે સર્વોદય નગર (ડુંગરી) ત્રણ રસ્તા નજીકથી છારાનગરની ૫ મહીલા બુટલેગરને ૪૬૪ લીટર દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી પોલીસ ચેકીંગ જોઈ એક બુટલેગર ફરાર થઇ ગયો હતો શામળાજી પોલીસે અમદાવાદના બે બુટલેગરોને  વર્ના કારમાં વિદેશી દારૂ ભરી પસાર થતા દબોચી લીધા હતા

મોડાસા ટાઉન પીઆઇ એન.જી.ગોહીલ અને તેમની ટીમે સર્વોદય નગર (ડુંગરી) ત્રણ રસ્તા પર સઘન ચેકીંગ હાથધર્યું હતું ટાઉન પોલીસ ચેકીંગ જોઈ પ્લાસ્ટીકના પોટલાં સાથે પસાર થતી ૫ મહિલા બુટલેગર અને એક શખ્સ દેશી દારૂ ભરેલ પોટલાં મૂકી દોટ લગાવતા ટાઉન પોલીસે ૫ મહિલા બુટલેગરને દબોચી લીધી હતી

જયારે દિનેશ સવજી છારા નામનો  બુટલેગર નાસી છૂટ્યો હતો ટાઉન પોલીસે પ્લાસ્ટિકના પોટલાં ચેક કરતા પોટલામાં ઉપરની બાજુએ દૂધીનો જથ્થો અને નીચે સંતાડેલ ૪૬૪ લીટર દેશી દારૂ કીં.રૂ.૯૨૮૦/- નો જથ્થો જપ્ત કરી ૧)લક્ષ્મીબેન મનજીભાઈ છારા,૨) પ્રીતિબેન જયેશભાઇ છારા,૩)કરીશ્માબેન પિયુષભાઇ છારા,૪)સોનિકાબેન મંગળભાઈ છારા,૫)કંચનબેન રાજુભાઈ છારા (તમામ રહે,જીવણપુર) ઝડપી પાડી તમામ મહિલા બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ફરાર બુટલેગર દિનેશ સવજી છારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પોલીસે વર્ના કારના ગુપ્ત ખાનામાંથી ૩૨ બોટલ દારૂ સાથે અમદાવાદના બે બુટલેગરોને દબોચ્યા 

શામળાજી પીએસઆઇ આશીષ પટેલે અણસોલ ગામ નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી આવતી વર્ના કારને અટકાવી તલાસી લેતા કારની ડેકી પાછળ બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂની બોટલ-૩૨ કીં.રૂ.૩૧૪૯૦/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક બુટલેગર સોલેમન અંબાલાલ ક્રિશ્ચન (રહે,૧૦ રીપબ્લિક ક્રિશ્ચન સોસાયટી, મણીનગર,અમદાવાદ) અને વિજય નેપોલિયન ક્રિશ્ચન (રહે,૧૫ સાઈનાથ રો  હાઉસ વટવા,અમદાવાદ) ને વિદેશી દારૂ,કાર સહીત અન્ય મુદ્દામાલ મળી કુલ.રૂ.૨૪૧૪૯૦/- ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.