નડિયાદ પશ્ચિમમાં આવેલ રીંગ રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો ચાલતી ન હોવાની રજૂઆત
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં રોડ પર સ્ટ્રીટ લાઈટો ચાલતી ના હોય આ બાબતે શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટએ નડિયાદ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માંગ કરી હોવાનું જાણવા મળે છે
નડિયાદના શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ એ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆતમાં જણાવ્યું છે કે પશ્ચિમ માં આવેલ રીંગ રોડ ઉપર રાત્રે લાઈટો ન ચાલતી હોવાની ઘણી ફરિયાદો મળેલ છે અને પશ્ચિમ વિસ્તારની ઝલક નહેર થી પીજ રોડ વાળી નહેર સુધી રસ્તા ઉપર ઘણો કચરો જોવા મળેલ છે
જે ઘણા વખતથી સાફ થયેલ ન હોય એવો દેખાય છે પીજ રોડ થી રીંગરોડ ઉપર પ્રવેશતા સાઇડ ઉપર નાનું તળાવ પણ આવેલ છે જેમાં પણ ઘણો બધો કચરો જોવા મળેલ છે તો તેનો નિકાલ લાવવા અને સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાવવા અમારી માગં છે અંધારાના કારણે રાત્રિના સમયમાં લોકોને તકલીફ ન પડે તે માટે આ સમસ્યાનું ઝડપથી નિકાલ કરવા માંગ છે