JEEમાં ૪૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા
નવી દિલ્હી, જેઇઇ મેઇન ૨૦૨૧ના ચોથા સેશનનું પરિણામ જાહેર થઈ ગયું છે. એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા જેઈઈ મેનનું પરિણામ મંગળવાર રાત્રે જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્નઈઈ સ્ટ્ઠૈહ જીીજર્જૈહ ૪માં કુલ ૪૪ ઉમેદવારોએ ૧૦૦ પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે. આ ઉપરાંત, ૧૮ ઉમેદવારોએ શીર્ષ રેન્ક મળ્યો છે.
શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ આ જાણકારી આપી છે. સ્ટુડન્ટ્સ જેઇઇ મેઇનનું પરિણામ ચેક કરી શકે છે. જેઇઇ મેન ૨૦૨૧નું પરિણામ ચેક કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કર્યા બાદ લેટેસ્ટ એટલે કે ચોથું સેશન સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ રોલ નંબર અને જન્મતારીખ એન્ટર કરવી પડશે. લોગ ઇન કરતાં જ રિઝલ્ટ ઓપન થઈ જશે. જેઇઇ મેઇનનું પરિણામ અને સ્કોર કાર્ડ ડિજિલોકર ઉપર પણ ચેક કરી શકાય છે. નોંધનીય છે કે, જેઇઇ મેઇનનું આયોજન આ વર્ષે ચાર સેશનમાં થયું છે.
આ અંતિમ સેશન છે. ગત ત્રણ સેશન ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલમાં થયા હતા. ચોથું સેશન પણ મે મહિનામાં થવાનું હતું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજિત નહોતું કરી શકાયું. એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી જેઇઇ મેઇનના પરિણામની સાથે ટોપરનું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેઇઇ મેઇન પરિણામ જાહેર થયા બાદ, જેઇઇ એડવાન્સ્ડનું રજિસ્ટ્રેશન શરૂ થશે.
જેઇઇ મેઇન કટ ઓફમાં ટોપ રેન્ક પ્રાપ્ત કરનારા અઢી લાખ ઉમેદવાર ત્નઈઈ છઙ્ઘદૃટ્ઠહષ્ઠીઙ્ઘ માટે અરજી કરી શકે છે. ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ દ્ઘીીટ્ઠઙ્ઘદૃ.ટ્ઠષ્ઠ.ૈહ પર જઈને જેઇઇ એડવાન્સ્ડ ૨૦૨૧ની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી કરશે. ૨૩ આઇઆઇટીમાં બીટેક અને યુજી એન્જનિયરિંગ પ્રોગ્રાસ કોર્સમાં એડમિશન લેવા માટે જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા ૩ ઓક્ટોબર ૨૦૨૧ના રોજ આયોજિત કરવામાં આવશે.SSS