Western Times News

Gujarati News

આત્મનિર્ભર લેડીઝ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું “ધ ગ્રાન્ડ નવરાત્રી મેળા”નું આયોજન

અમદાવાદ, અત્યારે જયારે દરેક બાજુ આગામી નવરાત્રિ તહેવારોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એવા ઉત્સવના માહૌલમાં તારીખ  ૬ ઓક્ટોબરના રોજ, શ્રીમતી સોફિયા ખેરીચા અને આત્મનિર્ભર લેડીઝ ગ્રુપ દ્વારા ગુલમોહર પાર્ક મોલ ખાતે એક દિવસીય “ધ ગ્રાન્ડ નવરાત્રી મેળા” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગરબાનું આયોજન કરી બેસ્ટ ડ્રેસ કોમ્પિટિશન અને ઘણા બધા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આ ઉત્સવના પ્રસંગમાં ગરબાના નવા સ્ટેપ્સ પણ શીખવાડમાં આવ્યા હતા. મેળામાં ૪૦ થી વધુ આકર્ષક સ્ટોલ્સ પણ હતા અને સ્પેશ્યિલ નવરાત્રી કલેકશન્સનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના ખાસ મેહમાનો તરીકે સુરતથી ખાસ આવેલ વિશ્વભરના ફેશન જગતમાં  ખ્યાતનામ ર્ડો. હિના મોદી, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના પ્રેસિડન્ટ શ્રીમતી હેતલ અમીન, શ્રી હેતુસ ક્રિએશન્સના શ્રીમતી છાયા પરમાર, પ્રજા ઈવેન્ટ્સના પ્રજાભાઇ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા.

ઘણા બધા ગુજરાતી ફિલ્મ્સના જાણીતા કલાકારો એ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધા અને મન મૂકીને ગરબાના આનંદ માણ્યા. મંચ પરથી શ્રીમતી સોફિયા ખેરીચાએ અને સ્ટ્રેટેજિક મીડિયા સર્વિસીસના સૂભોજિત સેને બધા મેહમાનો અને મેળાના સ્પોન્સોર બ્રાન્ડ્સને આવકાર્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહન આપ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.