Western Times News

Gujarati News

એક પોસ્ટ દ્વારા કંગનાએ શાહરુખ ઉપર વ્યંગ કર્યો

મુંબઇ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શનિવારે મુંબઇમાં ચાલી રહેલી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટી પર રેડ પાડી હતી જેમાંથી આર્યન ખાન સહિત ૮ લોકોને પકડવામાં આવ્યા હતા.આર્યન ખાનને ૧૧ ઓક્ટોબરે પણ કોર્ટે આર્યનને જામિન નથી આપ્યા અને કહ્યું છે કે ૧૩ ઓક્ટોબરે જામીનની સુનવણી કરશે. ત્યારે કંગના રનૌતે પણ શાહરુખ ખાન પર કૉમેન્ટ કરી છે.

કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર જેકી ચેન અને તેના દિકરા સાથેની તસવીર પોસ્ટ કરી હતી. તેના પર લખ્યું છે કે જેકીએ તેના દિકરાની કરતૂત પર જાહેરમાં માફી માંગી હતી. ૨૦૧૪માં જેકીના દિકરાએ ડ્રગ્સ લીધા હોવાની વાત સામે આવી હતી. જેકીએ કહ્યું હતું કે, મને મારા દિકરાની હરકત પર શરમ આવે છે, આ મારી નાકામી છે અને હું તેના માટે કોઇ ભલામણ નહી કરું. જેકીના દિકરાને ૬ મહિનાની જેલ પણ થઇ હતી.

કંગનાએ તેની પોસ્ટ પર નીચે લખ્યું કે, બસ કહી રહી છું. કંગનાની આ પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ દ્વારા કંગનાએ શાહરુખ પર વ્યંગ કર્યો છે. ઘણા લોકો કંગનાનું સમર્થન કરી રહ્યાં છે તો કેટલાક તેને ટ્રોલ કરી રહ્યાં છે.

આર્યન ખાન તેમજ પકડાયેલા અન્ય કથિત આરોપીઓની જામીનની અરજી પર કોર્ટે કહ્યું છે કે બુધવારે સુનવણી કરવામાં આવશે. આર્યનના વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇ કોર્ટ પહોંચ્યા હતા. આર્યન ખાન માટે વકીલ સતીશ માનશિંદેએ જામીનની અરજી દાખલ કરી હતી પરંતુ હજી શાહરુખના દિકરાને ૩ દિવસ જેલમાં રહેવું પડશે કારણકે કોર્ટમાં બુધવારે સુનવણી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.