સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ ખાતે અદ્યતન ટેક્નોલોજી દ્વારા 3000થી વધુ સફળ સ્પાઇન સર્જરી કરાઇ
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડે ‘વર્લ્ડ સ્પાઇન ડે’ નિમિત્તે સ્પાઇન કેરમાં ક્રાંતિની જાહેરાત કરી
અમદાવાદ, સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 4 ઓક્ટોબર, 2004ના રોજ થઇ હતી. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ સ્પાઇન કેરમાં વિશ્વભરમાં અગ્રણી છે અને દર વર્ષે 18000 નવા દર્દીઓ તેના ઉપર વિશ્વાસ મૂકે છે તેમજ દર વર્ષે 1800 દર્દીઓ સ્પાઇન સર્જરી માટે અમારામાં વિશ્વાસ મૂકે છે.
In photo From Left to Right – Dr. Bharat Dave (Director and Spine Surgeon at Stavya Spine Hospital & Research Institute) & Amita Dave (CEO of Stavya Spine Hospital)
ભારતમાં સૌથી વધુ સ્પાઇન સર્જરી કરનાર હોસ્પિટલ પૈકીના એક હોવાનો અમને ગર્વ છે. અમારી પાસે વિશાળ ડેટાબેઝ અને રિસર્ચ ટીમ છે, જે ઇન્ડિયન સોસાયટીને તેમના પોતાના અને વિશ્વસનીય સ્પાઇન સંબંધિત રિસર્ચમાં ઉપયોગી બને છે.
રિયલ સ્પાઇન (આર્ટિફિશિયલ હ્યુમન મોડલ્સ)ને એસએસએચઆરઇ ખાતે સર્જન્સને ટ્રેનિંગ આપવા માટે જર્મનીથી આયાત કરવામાં આવી છે. રિયલ સ્પાઇન મોડલ્સ ઉપર આ પ્રવૃત્તિ ભારતમાં પ્રથમવાર એસએસએચઆરઆઇ ખાતે થઇ રહી છે.
આ મોડલ ટ્રેઇની-ફેલોને રિયલ-લાઇફ સર્જરી સ્થિતિની રચના કરવા તથા તેમને કૌશલ્યોમાં વધારો કરવા માટે મદદરૂપ બને છે. તે કેડેવેરિક વર્કશોપના ગેરફાયદાઓ જેમકે ફોર્મલિન (પ્રિઝર્વેટિવ), આંખોમાં બળતરા તથા ટિશ્યૂના સ્પીલેજને દૂર રાખવામાં મદદરૂપ બને છે. પ્રેક્ટિસ માટે વાસ્તવિક ઓટી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થઇ શકે છે.
આજે સ્તવ્ય સ્પાઇન હેલ્થ ચેકઅપની જાહેરાત કરી રહ્યું છે. તેમાં ક્લિનિકલ ચકાસણી, એમઆરઆઇ સ્ક્રિનિંગ, ફુલ લેન્થ એક્સરે, DXA સ્કેન અને પોશ્ચરની ચકાસણી માટે સ્પાઇનલ માઉસ સામેલ છે. તેનાથી કોઇપણ વયજૂથના વ્યક્તિને તેમના પોશ્ચર અને એટિટ્યૂડને સુધરાવમાં તથા કોઇપણ છુપી પરિસ્થિતિનું નિદાન કરવામાં મદદ મળી રહેશે.
છેલ્લાં ત્રણ વર્ષથી અમારા ઓપરેશન થિયેટર્સ (ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇસ સ્યુઇટ = આઇઓટીએસએસ) ઓ-આર્મ (મોબાઇલ સીટી સ્કેન મશીન સાથે વન ટોઇન વેઇટ) નામની અદ્યતન ટેક્નોલોજી, નેવિગેશન મશીન, બોન સ્કેલપેલ અને ન્યુરોમોનિટરિંગ (ટુ સેટ)થી સજ્જ છે.
તેનાથી આઇઓટીએસએસમાં સફળતાપૂર્વક 3000થી વધુ સર્જરી કરવામાં આવી છે. આ ઇનોવેટિવ ટેક્નોલોજીએ સમગ્ર કામગીરીમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું છે. ટેક્નોલોજી દ્વારા સુરક્ષા અને ચોકસાઇથી વિવિધ પ્રકારની સ્પાઇન સંબંધિત બિમારીઓમાં સારા પરિણામો મળ્યાં છે. ભારતમાં બે ઓ આર્મ એન્ડ નેવેગિશન મશીન (આઇઓટીએસએસ) ધરાવતું તે એકમાત્ર ખાનગી સેન્ટર છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ઓફ સર્જરી ડો. ભરત દવેએ જણાવ્યું હતું કે, “અમારા દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સ્તવ્ય ખાતે અમે મશીન, ઓપરેશન થિયેટર, એક્સપર્ટ સર્જન્સ અથવા ફિઝિકલ થેરાપિસ્ટ એમ દરેક બાબતે અમારી જાતને સતત અપડેટ કરતાં રહીએ છીએ.
અમારા દ્વારા અપનાવાયેલી અદ્યતન ટેક્નોલોજી સર્જરીમાં ચોકસાઇ, નીચો જોખમ, દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારા તેમજ સારવાર ખર્ચ બાબતે ખૂબજ સફળ રહી છે. સારવારની અગાઉની પદ્ધતિઓની તુલનામાં તે ડોક્ટર, નર્સ અને સપોર્ટ સ્ટાફ માટે રિડિએશનનું શૂન્ય જોખમ સુનિશ્ચિત કરે છે.” સ્તવ્ય પાસે પાંચ સ્પાઇન સર્જન, પંદર ફિઝિયોથેરાપિસ્ટ અને પાંચ ફેલો/ટ્રેઇની (ઓર્થો સર્જન) ની ટીમ છે.