પશુમાલિકો પાસેથી ૧૮ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસુલાયો
અમદાવાદ, અમદાવાદમાં રખડતા પશુઓને પકડવામાં આવ્યા બાદ તેને છોડાવવા આવેલા ૩૩૫ પશુ માલિકો પાસેથી ૧૮.૨૮ લાખનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.ઓકટોબર મહીનામાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ પશુઓ પકડવામાં આવ્યા હોવાનું મ્યુનિ.ના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
છેલ્લા દસ દિવસમાં ૧૨૭૫ રખડતા પશુઓ ઢોર ત્રાસ અંકુશ વિભાગ તરફથી પકડવામાં આવ્યા છે.રોજના સો થી વધુ પશુઓ પકડવામાં આવતા હોવાનો તંત્ર તરફથી દાવો કરવામાં આવ્યો છે.HS